ગુજરાત

gujarat

By

Published : Apr 7, 2019, 2:58 PM IST

ETV Bharat / bharat

અગસ્તા વેસ્ટલેંડમાં ચાર્જશીટ લીક મામલે EDને ફટકારાઈ નોટીસ

નવી દિલ્હી: દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે અગસ્તા વેસ્ટલેંડ કૌભાંડ મામલે EDની ચાર્જશીટને ધ્યાને લીધી છે. કોર્ટે આ મામલાના આરોપી ડેવિડ સાઈમ્સને સમન જાહેર કર્યું છે. કોર્ટે ડેવિડને 9 મેના કોર્ટેમાં હાજર થવાનો આદેશ આપ્યો છે.

સ્પોટ ફોટો

સુનાવણી દરમિયાન આજે ED અને મિશેલ બંનેના વકીલે કોર્ટ પાસે માંગ કરી છે કે, આ બાબતની તપાસ થવી જોઈએ કે અરજદારને ચાર્જશીટની કોપી મળ્યા પહેલા જ મીડિયાને કઈ રીતે જાણ થઈ ગઈ? ED તરફથી સ્પેશિયલ પબ્લિક પ્રોસુક્યુટર ડીપી સિંહે કોર્ટ પાસેથી માફી માંગી છે કે, ચાર્જશીટ લીક થવા સંબંધમાં ખાનગી ચૈનલને નોટીસ ફટકારવામાં આવી છે. સ્પેશિયલ જજ અરવિંદ કુમારે ચાર્જશીટ લીક થવા મામલે તપાસ કરવાનો આદેશ આપ્યો છે અને કોર્ટે EDને ચાર્જશીટ લીક મામલે જવાબ દાખલ કરવા નિર્દેશ કર્યો છે. આ કેસની સુનાવણી 11 એપ્રિલે કરવામાં આવશે.

EDએ મિશેલની કંપની ગ્લોબલ સર્વિસીઝ એફઇઝેડ અને ગ્લોબલ ટ્રેડર્સ પર આરોપ મૂક્યો હતો. મિશેલ અને સાયમ્સ આ બંને કંપનીઓના ડાયરેક્ટર છે. કોર્ટે ગત 19 માર્ચે તિહાર જેલ વહીવટને એકલ બંધનમાંથી કોમિસેલને કાઢવાનો આદેશ આપ્યો હતો. ED અને CBIના બંને મિશેલની જમાનતનો વિરોધ કરતા કહ્યું કે, તેની પ્રભાવશાળી લોકો સાથે ઓળખાણ હોવાથી તેમના વકીલે મળવા જેથી જમાનત મળતા જ તે દેશ છોડી વિદેશ ભાગી શકે. સુનાવણી દરમિયાન CBIએ મિશેલની જામીન અરજીનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, કોર્ટ CBI અને ઇડી બંનેની ચાર્જશીટ પર નોંધ લીધી છે, તેથી આરોપી ડિફોલ્ટ જામીનનો દાવો કરી શકશે નહીં.

આ કેસમાં EDએ સુશેન મોહન ગુપ્તાની ધરપકડ કરી હતી. સુશેન મોહન ગુપ્તા અત્યારે ઇડીની કસ્ટડીમાં છે. આ કેસનો એક આરોપી રાજીવ સક્સેના સરકારી સાક્ષી બની ગયો છે. ભૂતપૂર્વ વાયુસેનાના વડા એસપી ત્યાગી, તેમના ભત્રીજાઓ સંજીવ ત્યાગી અને વકીલ ગૌતમ ખેતાનને પણ આરોપી તરીકે રજૂ કરવામાં આવ્યા છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details