મુંબઈ: રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે કહ્યું કે, મહારાષ્ટ્રમાં કૃષિ બિલ લાગુ કરવામાં આવશે નહીં. પુણેમાં મીડિયા સાથે વાત કરતા અજિત પવારે ઘોષણા કરી હતી કે, "અમે હાલમાં બિલનો અભ્યાસ કરી રહ્યા છીએ, પરંતુ આ બીલ ઉતાવળમાં પસાર કરવામાં આવ્યા છે. જેથી કૃષિ બિલને મહારાષ્ટ્રમાં લાગુ કરવામાં આવશે નહીં."
મહારાષ્ટ્રમાં કૃષિ બિલ લાગુ નહીં કરવામાં આવે, ડેપ્યુટી CM અજિત પવારની જાહેરાત - નાયબ મુખ્યપ્રધાન અજિત પવાર
કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં પસાર કરાયેલા કૃષિ બિલને લઈને દેશભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્રની રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે, આ બિલને રાજ્યમાં લાગુ કરવામાં નહીં આવે.
કૃષિ બિલ
મહત્વનું છે કે, મહારાષ્ટ્રમાં પણ કૃષિ બિલના વિરોધમાં ખેડૂતો રસ્તા પર ઉતર્યા હતા.