ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નીરવ મોદી બાદ વધુ એક ભાગેડુની વિદેશમાં કરાઈ અટકાયત - detaine

નવી દિલ્હી: પંજાબ નેશનલ બેંક (પીએનબી)ના મુખ્ય આરોપી અને ભાગેડુ નીરવ મોદીની લંડનમાંથી ધરપકડ કરવામાં આવી છે. ત્યારબાદ હવે વિદેશમાંથી વધુ એક લોન કૌભાંડના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં સ્ટર્લિંગ બાયોટેક ગ્રુપના 8100 કરોડ રૂપિયાના કથિત બેંકલોન કૌભાંડ કેસના આરોપી હિતેશ પટેલની અલ્બાનિયામાંથી અટકાયત કરવામાં આવી છે.

ફાઈલ ફોટો

By

Published : Mar 22, 2019, 7:17 PM IST

Updated : Mar 22, 2019, 8:33 PM IST

ઈડી દ્વારા કરવામાં આવેલી ઈન્ટરપોલ નોટિસ બાદ હિતેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓના કહેવા પ્રમાણે હિતેશ પટેલને 20 માર્ચે અલ્બાનિયાના લો એન્ફોર્સમેન્ટ ઓફિસરોએ તિરાનામાંથી ધરપકડ કરી હતી. હિતેશ પટેલ એ બેંકલોનના કૌભાંડનો આરોપી છે. આ મામલામાં મુખ્ય આરોપી સંદેસરા ભાઈઓ, નિતીન અને ચેનત સંદેસરાના સંબંધી છે.

અધિકારીઓએ વધુમાં કહ્યું હતું કે, હિતેશ પટેલ ઝડપથી ભારતને સોંપવામાં આવે તેવી સંભાવના છે. ઈડીએ હિતેશપટેલની વિરુદ્ધમાં 11 માર્ચે ઈન્ટરપોલ નોટિસ ઈસ્યૂ કરી હતી. અધિકારીઓના કહેવા પ્રમાણે પટેલ સંદેસરાની કંપનીઓ માટે ડમી ડાયરેક્ટ લાવવાનું કામ કરતો હતો.

Last Updated : Mar 22, 2019, 8:33 PM IST

ABOUT THE AUTHOR

...view details