નવી દિલ્હી: અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોતનાં મામલાની તપાસ હવે સીબીઆઈ કરશે. સુપ્રીમ કોર્ટે સીબીઆઈને બુધવારે આ કેસની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે, 'મહારાષ્ટ્ર સરકાર સીબીઆઈ તપાસ કેસને પડકાર આપી શકશે નહીં. પટનામાં નોંધાયેલી એફઆઈઆર સાચી હતી.
સુશાંત કેસમાં હવે CBI તપાસ થશે, મુંબઈ પોલીસ તમામ પૂરાવા સોંપશે - સુશાંત સિંહ આત્મહત્યા કેસ
બિહાર અને મહારાષ્ટ્ર બંને રાજ્યો વચ્ચેના મામલે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપતાં કહ્યું કે, સીબીઆઈ હવે સુશાંત આત્મહત્યા કેસની તપાસ કરશે. પટનામાં નોંધાયેલી એફઆઈઆર કાયદેસરની છે.
મુંબઈ પોલીસે હવે તપાસમાં સહકાર આપવો પડશે. સુપ્રીમ કોર્ટના નિર્ણયથી મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ પોલીસને મોટો ઝટકો લાગ્યો છે. સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ પટનાની તપાસ મુંબઈ સ્થાનાંતરિત કરવાની અપીલ કરી હતી. આ કેસમાં સુપ્રીમ કોર્ટે 11 ઓગસ્ટે નિર્ણય અનામત રાખીને તમામ પક્ષકારો પાસેથી લેખિત જવાબ માંગ્યો હતો.
આજે કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો. તે જ સમયે પટનામાં સુશાંતના પિતા કે.કે. સિંહ દ્વારા કરવામાં આવેલી એફઆઈઆરના આધારે સીબીઆઈએ કેસ નોંધ્યો છે. ન્યાયાધીશ ઋષિકેશ રોયની ખંડપીઠે બંને રાજ્યો વચ્ચેના મામલે ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપતાં કહ્યું કે, સીબીઆઈ હવે સુશાંત આત્મહત્યા કેસની તપાસ કરશે. પટનામાં નોંધાયેલી એફઆઈઆર કાયદેસરની છે.