મુંબઈ: કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેની એક વીડિયો ક્લિપ ગુરુવારે સામે આવી હતી. જેમાં તેઓ રાજકીય અંદાજમાં લોકોને જીવલેણ કોરોના વાઈરસના ફેલાવાને રોકવા અને તેના પરાજિત થવા માટે તાકીદ કરી હતી.
'ગો કોરોના'પછી, રામદાસ આઠવલેએ આપ્યું નવું સ્લોગન - કોરોના સ્લોગન
કેન્દ્રીય પ્રધાન અને RPI(A) નેતા રામદાસ આઠવલે એક નવું કોરોના સ્લોગન આપ્યું છે. તેઓએ પોતાની આગવી રીતે લોકોને કોરોના વાઈરસના ફેલાવાને રોકવા અને તેને પરાજિત કરવા માટે પોતાના ઘરોની અંદર જ રહેવા વિનંતી કરી.
કેન્દ્રીય પ્રધાન ક્લિપમાં કહે છે કે, નોવેલ કોરોના વાઈરસથી ડરવા નહીં અને તેના બદલે તેને "મારી નાખવા"ની વાત કરતા જોવા મળે છે. અબ આપ બિલ્કુલ મત રોના, કુછ દિન કે બાદે ચાલે જાયેગા કોરોના(વાઈરસ), કોરોના સે મત ડરો ના, કોરોના કો અભી અભી મારોના (હવે તમે રડશો નહીં, કોરોના થોડા દિવસ ખતમ થઈ જશે. કોરોનાથી ડરશો નહીં, હવે તેને ખતમ કરી નાખો). કોરોના ગો ગો ગો. કોરોના ગો, કોરોના ગો, કોરોના ગો. નો કોરોના, નો કોરોના.
કેન્દ્રીય પ્રધાને જણાવ્યું કે, લોકડાઉન દરમિયાન લોકોએ તેમના ઘરની બહાર ન નીકળવું જોઈએ જેથી "વાઈરસ ખતમ થઈ જાય. તેથી, હું લોકોને મારા હાથ જોડીને વિનંતી કરૂં છું કે, કોઈ પણ રસ્તા પર આવે, આપણે ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ. આવી પરિસ્થિતિમાં તમે કેમ રસ્તા પર આવો છો?