શુક્રવારે જોધપુરના એયરબેસ પર આયોજીત સમારોહમાં દક્ષિણ પશ્ચિમ કમાનના એયર માર્શલ એસ.કે.ઘોટિયાની હાજરીમાં મિગ 27ને વિદાય આપવામાં આવી હતી. આ અવસર પર વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જે બાદ એયર વોરિયર દ્વારા ડ્રિલનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.
કારગીલ યુદ્ધના 'બ્રહ્માસ્ત્ર' MIG-27ની 38 વર્ષ બાદ વિદાય,જોધપુરમાં ભરી છેલ્લી ઉડાન - જોધપુરમાં પ્રથમ વખત મિગ-27
રાજસ્થાન : 38 વર્ષ આગાઉ જોધપુરમાં પ્રથમ વખત મિગ-27 તૈનાત કરવામાં આવ્યું ત્યારે તેનુ રિટાયરમેન્ટ પણ જોધપુરથી જ કરવામાં આવ્યું છે.ભારતીય વાયુસેનાના મિગ લડાકૂ વિમાનોનું અપગ્રેડ વર્ઝન મિગ 27ને શુક્રવારના રોજ જોધપુરના એયરબેસથી રિટાયર કરવામાં આવ્યું છે. આ અવસર પર મિગ 27ના 7 વિમાનોને અંતિમ ફ્લાઇ માર્ચ કર્યો હતો.અંતિમ ઉડાન 31 ડિસેમ્બરના રોજ સાંજે થશે.ત્યારે ટૂંક સમયમાં જ આ વિમાનોને માર્ચ સુધી હટાવી દેવામાં આવશે.
ભારતે મિગ શ્રેણીના વિમાનોની શરૂઆત અને તે સમયના ટ્રેનિંગ માટે ગયેલા એયરમાર્શલ એ.ડી.જોશીએ જણાવ્યું કે, આ વિમાને કેટલાક મહત્વના મિશન પૂર્ણ કર્યા છે.જોશીએ જણાવ્યું કે,મિગ 23 બાદ મિગ 27 આવ્યું. જેને તેમણે કમાન્ડ આપ્યું હતું.તેમણે 999 કલાક સુધી તેને ઉડાવાનો અનુભવ છે.એયરમાર્શલ જોશી પહેલા પાયલટ હતા જેમણે હિમાલયમાં આ વિમાનને ઉતાર્યો હતો.તેમણે જણાવ્યું કે,આ વિમાન દુશ્મનોને ઘરમાં ઘુસીને મારે તેવો હતો. ભવિષ્માં રાફેલ,સુખોઇ જગ્યા લેશે. તેમણે વધુમાં જણાવ્યું કે કેટલાક વિમાન હોય છે કે જેમને યુદ્ધમાં ભાગ લેવાનો અવસર નથી મળતો પરંતું મિગ 27 ને ઘણી વખત આ અવરસ મળ્યો છે.
આ વિમાનમાં ઉડાન ભરનાર લીડર અભય પ્રતાપસિંહ જે એક ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેમણે આ વિમાન અંગે કહ્યું કે આ એક અદ્ભુત વસ્તુ છે.મહત્વપૂર્ણ છે કે, 1981માં મિગ 27 બનાવામાં આવ્યો હતો.