149 વર્ષ બાદ ફરી આ અનોખો સંગમ રચાશે.અગાઉ 1870માં આ પ્રકારનું ચંદ્રગહણ જોવા મળ્યું હતુ. આ ચંદ્રગ્રહણ ભારતમાં જ જોવા મળશે. ગ્રહણનો સમય અંદાજે 3 કલાકનો રહેવાનું અનુમાન છે. 16 જુલાઈ 2019ની રાત્રે અંદાજે 1.30 કલાકથી વહેલી સવારે 4.30 કલાક સુધી ગ્રહણ રેહશે.
149 વર્ષ બાદ ફરી સર્જાશે ચંદ્રગ્રહણનો અનોખો નજારો - Lunar eclipse
ન્યુઝ ડેસ્કઃ સૂર્ય ગ્રહણ બાદ 16 જુલાઈના રોજ વર્ષનું બીજું ચંદ્રગ્રહણ થશે. આ દિવસે ગુરુ પૂર્ણિમાની ઉજવણી પણ કરવામાં આવશે.
after 149 year Lunar eclipse
હિન્દુ ધર્મમાં ગ્રહણનું ખુબ જ મહત્વ છે. હિંન્દુ પંચાગ અનુસાર ચંદ્રગ્રહણ અષાઠ શુક્લ પૂર્ણિમાના ઉત્તરાષાઢ નક્ષત્રમાં થશે. આ ચંદ્રગ્રહણ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. ગ્રહણને લઈ કેટલીક માન્યતાઓ પ્રચલિત છે. ઉપરાંત ગ્રહણને કેટલાંક અંશે અશુભ ગણવામાં આવે છે
શું છે ભારતીય પંચાગ મુજબ ગ્રહણના નિયમો?
- ગ્રહણ દરમિયાન અન્ન અને જળ ગ્રહણ કરવુ જોઈએ નહિ.
- ચંદ્ર ગ્રહણ સમયે સ્નાન કરવું જોઈએ નહિ. ગ્રહણ પુર્ણ થયા બાદ અથવા પહેલા સ્ન્નાન કરવું જોઈએ.
- ગ્રહણને ક્યારે પણ ખુલ્લી આંખે નિહળવું જોઈએ નહિ. જેનાથી આંખો પર ખરાબ અસર થાય છે
- ગ્રહણના સમયે મંત્રોનો જાપ કરવામાં આવે છે.
- જો ઘરમાં કોઈ લાંબા સમયથી બીમાર છે. તો ગ્રહણ બાદ ધી અને ખીરનો હવન કરવાથી લાભ થાય છે.
- ચંદ્રમાં કમજોર સ્થિતિમાં છે. તો ચંદ્રાય નમ : મંત્રનો જાપ કરવાથી લાભ મળશે.
- ગ્રહણ સમયે પ્રણાયામ અને વ્યાયામ કરવો જોઈએ .
- ચંદ્રગ્રહણ પુર્ણ થયા બાદ ઘરમાં શુદ્ધતા માટે ગંગાજળનો છટકાંવ કરવો જોઈએ.
- સ્નાન બાદ ભગવાનની મૂર્તિને સ્નાન કરી તેમની પુજા કરો.
- જરુરતમંદ વ્યક્તિ અને બ્રાહ્મણોને અનાજનું દાન કરવું જોઈએ.