નવી દિલ્હી: શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રભારી, પ્રકાશ કુમાર ગુપ્તાએ એવા અહેવાલોને ફગાવી દીધા છે કે, રામ મંદિર આંદોલનના મુખ્ય નેતાઓ અને ભારતીય જનતા પાર્ટીના (ભાજપ) વરિષ્ઠ નેતા એલ.કે. અડવાણી અને મુરલી મનોહર જોશીને ભૂમિપૂજન માટે આમંત્રણ નથી અપાયું. ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ પ્રકારના અહેવાલો વિવાદ ઉભો કરવાના લક્ષ્યમાં હતા અને ઉમેર્યું હતું કે મંદિરના આંદોલન સાથે સંકળાયેલા તમામ જાણીતા વ્યક્તિઓને આમંત્રણ મોકલવામાં આવ્યું છે.
ગુપ્તાએ વધુમાં કહ્યું કે, "અડવાણીજી, જોશીજી સહિતના તમામ અગ્રણી વ્યક્તિઓને મેલ દ્વારા આમંત્રણ અપાયું છે અને ટેલિફોનીક વાતચીત દ્વારા પણ માહિતી આપી છે. કોરોનાને કારણે , ઘણા પ્રતિષ્ઠિત આમંત્રિતો ભૂમિપૂજન માટે આવી શકશે નહીં. "કોઈ આવવામાં અસમર્થ હોઈ શકે છે અથવા લાંબો પ્રવાસ કરવામાં મુશ્કેલી પડી શકે છે. તમામ નિકટવર્તી વ્યક્તિત્વને આમંત્રણ ન આપવાનો કોઈ પ્રશ્ન નથી, ટ્રસ્ટ બધાની ભાવનાઓને માન આપે છે."
ગુપ્તાએ જણાવ્યું હતું કે, પોસ્ટ દ્વારા આમંત્રણો મોકલવાએ ખાતરી આપતું નથી કે, આમંત્રણ સમયસર પહોંચે છે. જો કે, ઇ-મેલ અથવા ફોન દ્વારા આમંત્રણો મોકલવાનું વધુ અનુકૂળ છે. ફોન પર અપાયેલા આમંત્રણ વ્યક્તિગત સંપર્કને જોડે છે. અડવાણી અને જોશીને પણ ટેલિફોન દ્વારા આમંત્રણ અપાયું છે.
બીજી તરફ, જ્યારે અડવાણીનો સંપર્ક તેમના, પૃથ્વીરાજ રોડ નવી દિલ્હી સ્થિત નિવાસસ્થાન પર કર્યો હતો, ત્યારે ફોનનો જવાબ આપનારા વ્યક્તિએ કહ્યું હતું કે, ભૂમિપૂજન માટે અયોધ્યા જવાનો તેમના દ્વારા હજી સુધી કોઈ સત્તાવાર કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો નથી.
જો કે, તે વ્યક્તિએ ચોક્કસપણે અયોધ્યાનો કોલ લેવાનું સ્વીકાર્યું, પરંતુ કહ્યું કે, ભૂમિપૂજનને લગતી વધારે માહિતી નથી. અડવાણીના અંગત સચિવ દીપક ચોપડાનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેઓએ કોઈ જવાબ આપ્યો ન હતો.
ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીના સાથીએ કહ્યું કે, "શનિવાર સુધી કોઈ ફોન આવ્યો ન હતો. તે રવિવારે આવ્યો હશે, પરંતુ હું આજે રજા પર છું. તેથી મને જાણ નથી."
ભાજપના બંને વરિષ્ઠ નેતાઓના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસ અને સ્વાસ્થ્યને કારણે, તેઓ તેમના સંબંધિત નિવાસસ્થાનેથી વીડિઓ દ્વારા ભૂમિપૂજન કાર્યક્રમમાં જોડાઈ શકે છે.