બાલ ઠાકરેના પૌત્ર આદિત્ય વર્લી બેઠક પરથી ઉતરશે ચૂંટણી મેદાનમાં - udhdhav thakrey
મુંબઈઃ બાલ ઠાકરેના પૌત્ર અને ઉદ્દ્વવ ઠાકરેના પૂત્ર આદિત્ય ઠાકરે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના મેદાનમાં ઉતરશે. ક્ષેત્રીય અને રાષ્ટ્રીય રાજકારણમાં છાપ ઉભી કરનાર ઠાકરે પરિવારમાં અગાઉ કોઈ ચૂંટણી લડ્યુ નથી. આદિત્ય ઠાકરે પહેલા સભ્ય હશે જે ચૂંટણી લડશે. આદિત્ય વર્લી બેઠક પરથી ચૂંટણી જંગમાં ઉતરશે. આ એ જ બેઠક છે જેના માટે બાલ ઠાકરે પાસેથી મતાધિકાર છીનવી લેવાયો હતો.
25 વર્ષના આદિત્ય ઠાકરેએ ઓગષ્ટની શરુઆતમાં જનઆર્શિવાદ યાત્રા કરી હતી. આ કાર્યક્રમનો હેતુ યુવા મતદારોને આકર્ષીત કરવાનો હતો. આ યાત્રાથી આદિત્ય ચૂંટણીમાં ઝંપલાવશે તેવી અટકળો શરુ થઈ હતી. શુક્રવારે આ અટકળોને સમર્થન મળ્યુ હતું. શિવસેનાનાં નેતા અનિલ પરબએ આદિત્ય ઠાકરે વિધાનસભાની આગામી ચૂંટણીમાં વર્લી બેઠક પરથી લડશે. શિવસેનાના વરિષ્ઠ નેતા માની રહ્યા છે કે, વર્લી બેઠક પર વર્ષોથી શિવસેનાનું પ્રભુત્વ રહ્યુ છે. આ બેઠક શિવસેના આરામથી જીતી જશે. આ ઉપરાંત શિવસેનાના નેતાઓની એવી પણ લાગણી છે કે, આદિત્ય ઠાકરેને મુખ્યપ્રધાનનો ચહેરા તરીકે મેદાનમાં ઉતારવામાં આવે.