ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મોદીનો જાદુ ઝડપથી ઓસરી રહ્યો છે: અધીર રંજન ચૌધરી - haryana assembly election result

કોલકત્તા: મહારાષ્ટ્ર અને હરિયાણામાં કોંગ્રેસના પ્રદર્શનથી ઉત્સાહીત કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ નિવેદન આપ્યુ છે કે, મોદીનો જાદુ ઝપડથી ઓસરી રહ્યો છે. ચૌધરીએ કહ્યું હતુ કે, આવનારા દિવસોમાં આ પરિણામો પાર્ટીમાં પ્રાણ ફુંકશે.

મોદીનો જાદુ ઝડપથી ઓસરી રહ્યો છે:અધીર રંજન ચૌધરી

By

Published : Oct 24, 2019, 11:49 PM IST

કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ નિવેદન આપ્યુ હતું કે, 'હરિયાણા અને મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો પરથી એ સાબિત થયુ છે કે મોદીનો જાદુ હવે ખતમ થઈ રહ્યો છે. આ પરિણામો સરકારની પ્રજા વિરોધી નીતિઓ અને આર્થિક મંદી અંગે લોકોની નારાજગી દર્શાવે છે'

ચૌધરીએ ઉમેર્યુ હતું કે, ' હરિયાણામાં પાર્ટીની લડવાની ભાવના દેશભરમાં નવો પ્રાણ ફુંકશે'

ભાજપ શાસિત હરિયાણામાં ત્રિશંકુ વિધાનસભાનું ચિત્ર ઉપસ્યુ છે. જેજેપી પ્રમુખ દુષ્યંત ચૌટાલા કિંગ મેકરની ભૂમિકા ભજવશે. જો કે ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. ભાજપને 40 બેઠકો મળી છે. કોંગ્રેસને 31 બેઠકો મળી છે.

ABOUT THE AUTHOR

...view details