બિરોલ નિવાસી મહિલાઓ બાબા રામદેવના મંદિરથી ઘરે પરત ફરી રહી હતી. ત્યારે સુબોધ સ્કુલ પાસે સીકર તરફથી આવી રહેલ પિકઅપ વાહને 3 મહિલાઓને ગંભીર રીતે ટક્કર મારી હતી. આ એક્સિડન એટલો ગંભીર હતો કે, મહિલાઓ ઉછળી રસ્તા પર પડી હતી. અક્સ્માત બાદ વાહન ચાલક નાશી છુટ્યો હતો.
મંદિરથી પરત ફરી રહેલી મહિલાઓને પિકઅપ વાહને મારી ટક્કર, ઘટના થઇ CCTVમાં કેદ - rajasthan
રાજસ્થાન: ઝુંઝુંન જિલ્લાના નવલગઢના હાઈવે પર ગંભીર અક્સ્માત સર્જાયો હતો. પિકઅપ વાહને 3 મહિલાઓને ટક્કર મારી હતી. જેમાં રસ્તા પર જઈ રહેલી મહિલા ગંભીર રીતે ધાયલ થઈ હતી. જેમાં 2 મહિલાનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતુ. જ્યારે એક મહિલાની હાલત ગંભીર થતા તેમને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જાણવા મળ્યુ કે, મૃત્યુ પામેલ બંન્ને મહિલા વચ્ચે નણંદ-ભાભીનો સંબધ હતો.
etv bharat rajasthan
ધટના સ્થળ પર લોકોની ભીડ એકઠી થઈ હતી. અક્સ્માત બાદ પોલીસ ઘટના સ્થળ પર પહોચી હતી. મહિલાઓના મૃતદેહને પોસ્ટમોટમ અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
Last Updated : Sep 9, 2019, 6:15 AM IST