નવી દિલ્હીઃ દિલ્હીની રાજધાની સ્કૂલના માલિક ફૈઝલ ફારુકી સાથે મૌલાના સાદના નજીકના વ્યકિતઓમાં ના એક એવા અબ્દુલ અલીમની લાંબા સમય સુધી વાતચીત ચાલતી હતી જેના પુરાવા દિલ્હી ક્રાઇમ બ્રાંચને મળતા ક્રાઇમ બ્રાન્ચે તેની લાંબી પૂછપરછ હાથ ધરી હતી.
દિલ્હી રમખાણો મુદ્દે મૌલાના સાદની નજીકની વ્યક્તિ અબ્દુલ અલિમની ક્રાઇમ બ્રાન્ચ કરશે ધરપકડ - અબ્દુલ અલિમની ધરપકડ
મરકઝ મામલે વિદેશી ફંડીંગના મુદ્દે મૌલાના સાદના નજીકના વ્યક્તિ અબ્દુલ અલીમ ક્રાઇમ બ્રાન્ચના નિશાને આવ્યા છે. ઉત્તર-પૂર્વ દિલ્હી હિંસા મામલે મુખ્ય આરોપી રાજધાની સ્કૂલના માલિક ફૈઝલ ફારૂકી સાથે અબ્દુલ અલીમે કલાકો સુધી વાતચીત કર્યાના પુરાવા ક્રાઇમ બ્રાન્ચને મળ્યા છે.
અબ્દુલ અલિમને આ મામલે આરોપી બનાવી ક્રાઇમ બ્રાન્ચ તેના વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. રમખાણો મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા તાહિર હુસૈન અને રાજધાની સ્કૂલના માલિક ફૈઝલ ફારુખની ક્રાઇમ બ્રાન્ચ પહેલેથી જ ધરપકડ કરી ચૂકી છે અને આ બંને હાલ તિહાડ જેલમાં છે.
ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને તપાસ દરમિયાન માહિતી મળી હતી કે, ફૈઝલ ફારૂખની માલિકી હેઠળની તમામ શાળાઓમાં મૌલાના સાદનાં પૈસા લાગેલા છે અને આ પૈસા અબ્દુલ દ્વારા જ પહોંચાડવામાં આવ્યા હતા. અબ્દુલની કોલ ડીટેલ પરથી પોલીસને માહિતી મળી હતી કે ઉત્તર-પૂર્વ દિલ્હીના રમખાણોમાં પણ તેની ભૂમિકા છે.