નવી દિલ્હી: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે રવિવારે જણાવ્યું કે, આપ સરકાર ઈશાન દિલ્હીમાં કોમી રમખાણોથી પ્રભાવિત લોકોને રાહત પહોંચાડવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે. ટ્વિટર પર પોસ્ટ કરી કેજરીવાલે લખ્યું કે, રાહત દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચે, એ બાબતે હું વ્યક્તિગત ધ્યાન આપી રહ્યો છું. સરકાર ઈચ્છે છે કે, લોકો તેમના ઘરે પરત ફરે અને પડોશીઓ તેમનું સ્વાગત કરે.
અસરગ્રસ્ત લોકોને રાહત આપવા અમારા પ્રયાસો યથાવતઃ કેજરીવાલ - આપ સરકાર
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે રવિવારે ટ્વીટ કરીને જાહેરાત કરી છે કે, આમ આદમી પાર્ટી દરેક જરૂરિયાતમંદ વ્યક્તિને રાહત મળે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે. રવિવારે બપોરે ઉત્તર-પૂર્વી દિલ્હીની પરિસ્થિતિ સાંપ્રદાયિક તોફાનોના વિસ્તારોમાં ભારે પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ રહી હતી.
રવિવારે બપોરે ઉત્તર-પૂર્વી દિલ્હીની પરિસ્થિતિ સાંપ્રદાયિક તોફાનોના વિસ્તારોમાં ભારે પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ રહી હતી. પોલીસે લોકો સાથે પરિસંવાદ કાર્યક્રમ શરૂ કર્યો છે અને વરિષ્ઠ અધિકારીઓ લોકો વચ્ચે વિશ્વાસ વધારવા માટે દરેક સમુદાયના લોકો સાથે ચર્ચા કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ઉત્તર-પૂર્વી દિલ્હીના જાફરાબાદ, મોજપુર, બાબરપુર, ચાંદ બાગ, શિવ વિહાર, ભજનપુરા, યમુના વિહાર વિસ્તારોમાં હિંસામાં 42 લોકોનાં મોત થયા હતાં, જ્યારે 200થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હિંસામાં મોટી સંખ્યામાં સંપત્તિને નુકસાન થયું છે. ઉશ્કેરાયેલા ટોળાઓએ મકાનો, દુકાનો, વાહનો, પેટ્રોલપંપ સળગાવી દીધા હતા અને સ્થાનિકો અને પોલીસ કર્મચારીઓ પર પથ્થરમારો પણ કર્યો હતો. આ હિંસામાં એક હેટ કોન્સ્ટેબલ રતનલાલ અને IB અધિકારી અંકિત મિશ્રાનું મોત થયું હતું.