પીડિત યુવક પ્રમાણે શનિવારે સાંજે તે સદર બજારમાં સ્થિત મસ્જિદથી નમાજ પઢીને પાછો ફરી રહ્યો હતો. તે સમયે મસ્જિદની સામે બેસેલા 5 યુવકોમાંથી એક યુવકે તેની સાથે અપશબ્દો બોલીને મારામારી કરી ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલામાં CCTVમાં જોઈ શકાય છે કે, બંને યુવકો ઝઘડો કરી રહ્યા છે. પોલીસના પ્રમાણે કોઈ પણ પ્રકારની કોઈ પણ જાતિ વિશેષની વાત સમે નથી આવી. અત્યારે પોલીસ તપાસ કરી રહી છે. તપાસ બાદ ખબર પડશે કે મામલાની હકીકત શું છે.
ગુરુગ્રામમાં બે સમુદાયના યુવકો વચ્ચે વિવાદ, 1 યુવકની વિરુદ્ધ કેસ દાખલ - Mosque
ગુરુગ્રામ: શનિવાર મોડી રાતે સાઈબર સિટી ગુરુગ્રામમાં બે સમાજ વચ્ચે થયેલા ઝગડાનો મામલો સામે આવ્યો છે. જ્યાં એક યુવકની સાથે મારામારી અને અપશબ્દો બોલવામાં આવ્યા છે. મામલામાં પોલીસે પીડિત યુવકના નિવેદનના આધારે એક યુવકની સામે કેસ દાખલ કરી તપાસ શરુ કરી છે.
ગુરુગ્રામમાં બે સમુદાયના યુવકોની વચ્ચે વિવાદ, 1 યુવકની વિરુદ્ધ કેસ દાખલ
પીડિત યુવકે ઘટનાની જાણકારી પોલીસને આપી, પરંતુ જ્યારે પોલીસ સમય ઘટનાસ્થળે ના પહોચી તો લોકોએ મસ્જિદની સામે પ્રદર્શન શરૂ કરી દીધું. જે બાદ પોલીસ પોહંચીને પીડિત યુવકને સેક્ટર 10ના હોસ્પિટલમાં દાખલ કરાવ્યો છે. આ દરમિયાન પીડિતના જૂબાની લઈને એક યુવકની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.