રાંચીઃ એવું કહેવામાં આવે છે કે, જેઓ સારા હ્રદયના હોય છે તેમના જીવનમાં ક્યારેય અંધકાર નથી હોતો. ગુમલાના આદિવાસી દંપતીએ આ સાબિત કર્યું છે. 16 જુલાઈએ ચંદ્રપ્રકાશ પન્ના અને તેમની પત્ની સુલેખા પન્નાના જીવનમાં દુઃખનો પહાડ ટૂટી પડ્યો. જ્યારે સુલેખા કામ પર ગઈ હતી ત્યારે ખબર પડી કે, તેમની 2 વર્ષની દિકરી વંશિકા બાલ્કની પરથી પડી ગઈ છે.
વંશિકા બીજા બાળકો સાથે રમતા રમતા બાલ્કની પરથી પડી ગઈ હતી. વંશિકાને ગંભીર ઈજા પહોંચી હતી. વંશિકાના માતા-પિતા ગુમલાથી દુર 90 કિલોમીટર રાંચીના હોસ્પિટલ ઈલાજ માટે લઈ ગયા હતાં. પરંતુ ત્યાં સુધી મોડું થઈ ગયું હતું. એક ખાનગી હોસ્પિટલના ડૉક્ટરે વંશિકાને મૃત જાહેર કરી હતી.
તમે સમજી શકો છો કે, તે સમયે દંપત્તિનું શું થયું હશે. પરંતુ ટૂંક સમયમાં જ બંનેએ એકબીજાને સંભાળ્યા અને વંશિકાના મૃતદેહને લઈને રાંચીની પ્રતિષ્ઠિત આઈ હોસ્પટિલ લઈને ગયા. ડૉ.ભારતી કશ્યપે કહ્યું કે, દંપત્તિની વિનંતી સાંભળીને તેઓ ભાવુક થઈ ગયા હતા. અત્યાર સુધી કોઈ પોતાના બાળકના મૃતદેહને લઈને આ સંજોગોમાં હોસ્પટિલ આવ્યું નથી. ત્યાર બાદ ડૉક્ટર સર્જરી માટે તૈયાર થયાં હતા. ડૉક્ટરે સફળ સર્જરી કરી હતી. હવે જરુરતમંદની તલાશ છે જે વંશિકાની આંખોથી દુનિયા જોઈ શકે.
ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં ડૉ.ભારતી કશ્યપે કહ્યું કે, આજ સુધી મેં કોઈ આવું ઉદાહરણ નથી જોયું. પિતાએ સ્મશાન જવાને બદલે દિકરીનું નેત્રદાન કરવાનું નક્કી કર્યું. આ દંપત્તિના મતે જીવનનું મૂલ્ય શું છે, દ્રષ્ટિનું મૂલ્ય શું છે તે જાણી શકાય છે. આ માટે જ નેત્રદાનને મહાદાન કહેવામાં આવે છે.