નવી દિલ્હી/તિરૂવનંતપુરમઃ કેરલના મુખ્યપ્રધાન પિનારાઈ વિજયને કહ્યું કે, કોરોના મહામારીને વચ્ચે રખીને ધાર્મિક વિભાજનના પ્રયાસો થઇ રહ્યા છે. તેમણે કહ્યું કે, જે લોકોએ નિઝામુદ્દીન મરકજની સભામાં ભાગ લીધો હતો તે લોકો વિરુદ્ધ, ખાસ, સોશિયલ મીડિયાના માધ્યમથી એક ઉદ્દેશ્યપૂર્ણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
કોરોનાને વચ્ચે રાખી ધાર્મિક વિભાજનના પ્રયાસઃ કેરલ CM
દિલ્હીના નિઝામુદ્દીનના તબલીઘી જમાતનું આયોજન કોવિડ-19નું સૌથી મોટું હોટસ્પોટ બનીને સામે આવ્યું છે, ત્યારે તેના પર કેરલના મુખ્યપ્રધાન પિનારાઈ વિજયને વિવાદિત નિવેદન આપ્યું છે.
કેરલના CM બોલ્યા, કોરોનાને વચ્ચે રાખી ધાર્મિક વિભાજનના પ્રયાસ
તેમણે પોતાના નિવેદનમાં ભાર આપીને કહ્યું કે, કોરોના મહામારીના સમયે જો કોઈ પણ ધાર્મિક વિભાજન કરવાના પ્રયાસ કરે છે, તો તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
કોરોના વાઇરસના સંક્રમણને ફેલાતા રોકવા માટે સમગ્ર દેશમાં અભિયાનને ઝડપી બનાવી વિવિધ રાજ્યોના પ્રશાસને તબલીઘી જમાતમાં ભાગ લેનારા 6,000થી વધુ લોકોની ઓળખ કરી લીધી છે.