ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઝારખંડના દેવઘરમાં એક પૂજારીએ ઉઠાવ્યો પ્લાસ્ટિક મુક્તિનો મુદ્દો, લોકો કરી રહ્યા છે સમર્થન - લોકોએ કરી રહ્યા છે સમર્થન

દેવઘર: ઝારખંડનું દેવઘર હિંદુઓના પવિત્ર સ્થાન પૈકીનું એક છે. જે શ્રાવણના પવિત્ર મહિના દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગથી ઉભરાઈ જાય છે. વર્ષના તે સમય દરમિયાન લોકોની ભીડ વઘવા દરમિયાન પ્લાસ્ટિકનો કચરો વધવાને કારણે દેવઘરના એક પુજારીએ પ્લાસ્ટિકના કચરા અંગે લોકોમાં જાગૃતિ લાવવા અને લોકોને તે અંગે શિક્ષિત કરવાનો પડકાર ઉપાડ્યો છે.

anti plastic
ઝારખંડના દેવઘરમાં એક પૂજારીએ ઉઠાવ્યો પ્લાસ્ટિક મુક્તિનો મુદ્દો, લોકોએ કરી રહ્યા છે સમર્થન

By

Published : Dec 18, 2019, 8:02 AM IST

Updated : Dec 18, 2019, 9:51 AM IST

પ્લાસ્ટિક અભિયાન- દેવઘરમાં એક પૂજારી છેલ્લા પાંચ વર્ષોથી પોતાની મોટર સાઈકલ પાછળ પ્લાસ્ટિક વિરોધી સૂત્રો લગાવીને લોકોને જાગૃત કરી રહ્યાં છે. પૂજારી શહેરના રસ્તાઓ પર પોતાની બાઈક પર બેનર લગાવીને લોકોને પ્લાસ્ટિકના દુરુપયોગ વિશે જાગૃત કરી રહ્યાં છે.

લોકોનું પૂજારીને સમર્થન

વર્ષ 2017માં ઝારખંડ સરકારે પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ મુક્યો હતો. તેમ છતાં લોકો પ્લાસ્ટિકનો આડેધડ ઉપયોગ કરતા રહ્યાં.

જોકે, આ પૂજારીએ નેતૃત્વ કર્યું અને શહેરને પ્લાસ્ટિકના દુરુપયોગથી છુટકારો અપાવવામાં મદદ કરવા એક પહેલ શરુ કરી. પુજારી મહેશ પંડિતે પોતાની મોટર સાઈકલ પર એક સ્લોગન બોર્ડ લગાવ્યું હતું, અને લોકોમાં પ્લાસ્ટિકનો વપરાશ નહીં કરવા માટે જાગરુકતા લાવવા શહેરના રસ્તાઓ પર સવારી કરી હતી.

મહેશ પંડિત છેલ્લા ત્રણ વર્ષથી આ ઝુંબેશમાં એકલા હતા. જોકે હવે સ્થાનિક લોકોએ ધીરે-ધીરે તેમની વાત સમજવાનું શરુ કર્યું છે. અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવાનું શરુ કર્યું. મહેશના સમર્પણને જોઈને જિલ્લા જન સંપર્ક અધિકારી મહેશને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવા માટેના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા ​​પર વિચાર કરી રહ્યા હતા.

Last Updated : Dec 18, 2019, 9:51 AM IST

ABOUT THE AUTHOR

...view details