કર્ણાટક: દક્ષિણ કન્નડ જિલ્લાના બાંટવાલા તાલુક નજીક ગુડિનાબાલીથી અબ્દુલ રહમાન નામના વ્યક્તિએ પવિત્ર હજ યાત્રા માટે માટે કેટલીક રકમ એકઠી કરી હતી, પરંતુ લોકડાઉનની અસરને લીધે ગરીબ લોકો ખાદ્યપદાર્થોના અભાવે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. લોકોની મુશ્કેલીઓ જોઈને રહેમાને તેમની હજ યાત્રા માટે બચાવેલા પૈસામાંથી ગરીબોને અન્ન અને ખાદ્ય કીટ આપવાનું નક્કી કર્યું હતું.
કર્ણાટકના એક મજૂરે હજ માટે બચાવેલા પૈસા ગરીબોની સેવા માટે દાનમાં આપ્યા
કોરોના વાઈરસને કારણે જાહેર કરાયેલા લોકડાઉન વચ્ચે મોટાભાગના શ્રીમંત લોકો અને સંસ્થાઓ ગરીબ લોકોની મદદ કરી રહ્યા છે, પરંતુ કર્ણાટકના એક મજૂરે હજ માટે બચાવેલા પૈસા ગરીબોની સેવા માટે વાપરી રહ્યો છે.
ગરીબોની સેવા
રહેમાન સાથે તેની પત્નીએ મક્કા અને મદીના પ્રવાસે જવાની યોજના માટે નાણા બચાવ્યા હતા. લોકોની સમસ્યાઓ અને તેના પતિના મદદ કરવાના સ્વભાવને જોઈને તેને બચત કરેલા નાણા તેના પતિને ગરીબો માટે અનાજની કીટ આપવા માટે દાનમાં આપી દીધાં હતા.
રહેમાનનો પરિવાર તેમના હજ યાત્રા માટે એકઠા કરેલા નાણા લોકોની સેવા કરવા માટે વાપરી મહાન કાર્ય કરી રહ્યા છે. તમે ગરીબ લોકોની જીવન જરૂરિયાત પૂર્ણ કરી રહ્યા છો, એમ કહીને સ્થાનિકોએ રહેમાન અને તેમની પત્નીના સેવા કાર્યની પ્રશંસા કરી રહ્યા છે.