ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આ હિંદુ પરિવાર 33 વર્ષથી રાખે છે રોઝા - 33 વર્ષથી રમઝાનનો આખો ઉપવાસ રાખે છે

મુસ્લિમ સમાજના લોકોએ રમઝાનમાં રોઝા રાખવા એ કોઇ નવી વાત નથી, પરંતુ આ હિંદુ પરિવાર 33 વર્ષથી રમઝાનમાં આખો મહિનો ઉપવાસ રાખી ગંગા-જમુની તહેઝીબ અને વસુધૈવ કુટુંબકમનું ઉદાહરણ પૂરુ પાડ્યું છે.

રોઝા
રોઝા

By

Published : May 23, 2020, 7:43 PM IST

પૂર્ણિયા: દરેકના ભગવાન એક જ છે. પરંતુ તેના ચાહકો તેને ધર્મ અને જાતિના નામે વિભાજીત કરીને તેમની શ્રદ્ધા અનુસાર તેને ખુશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ બિહારના પૂર્ણિયા જિલ્લામાં એક કુટુંબ એવું છે જે તેના ભગવાનને પ્રસન્ન કરવા માટે ધર્મો દ્વારા બંધાયેલ નથી. આ પરિવાર 32 વર્ષથી હિંદુ હોવા છતા 33 વર્ષથી રોઝા રાખે છે.

પૂર્ણિયાના મધુબની વિસ્તારમાં રહેતા હિન્દુ પરિવારના લોકો ઉંડી શ્રદ્ધા સાથે નવરાત્રી કરે છે. સમાન શ્રદ્ધા સાથે, રમઝાનનો સંપૂર્ણ ઉપવાસ પણ રાખે છે અને કુરાન શરીફનું તિલાવત (પાઠ) પણ કરે છે.

આ પરિવાર રમઝાનના મહિનામાં ઇફ્તારની મિજબાની પણ આપે છે. જેમાં શાહપુર દરભંગાની દરગાહ શરીફમાં અપાર વિશ્વાસ ધરાવતા હિન્દુ અને મુસ્લિમ સાથીઓ આ ઇફ્તારમાં જોડાય છે.

પૂર્ણિયાનો આ પરિવાર અમુક લોકો માટે એક ઉદાહરણ છે જેઓ ધર્મના નામ પર નફરત ફેલાવે છે અને લોકોને અલગ કરવાની કોશિશ કરે છે.

ABOUT THE AUTHOR

...view details