નવી દિલ્હીઃ દક્ષિણ પૂર્વ દિલ્હીના ગોવિંદપુરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે રાત્રે અચાનક તુગલકાબાદ વિસ્તારમાં આવેલા એક વેરહાઉસમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થવાથી ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગ કયા કારણે લાગી તેની તપાસ ચાલી રહી છે. જાણવા મળ્યું છે કે, જેે ગોદામમા આગ લાગી હતી તે પ્લાસટીકનું ગોદામ હતું. જેના કારણે આ આગે વીકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું.
દિલ્હીના તુગલકાબાદ વિસ્તારના પ્લાસ્ટિકના ગોદામમાં લાગી ભીષણ આગ - પ્લાસ્ટિકના ગોદામમા આગ લાગી
દક્ષિણ પૂર્વ દિલ્હીના ગોવિંદપુરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે રાત્રે તુગલકાબાદ વિસ્તારમાં આવેલા એક વેરહાઉસમાં અચાનક આગ લાગી હતી. આ આગ પ્લાસ્ટિકના ગોદામમા લાગી હોવાથી આગે ભંયકર સ્વરૂપ લીધુ હતું. જેમાં જાનહાનીના કોઇ સમાચાર સામે આવ્યા નથી.
તુગલકાબાદ વિસ્તારમાં આવેલા એક વેરહાઉસમાં અચાનક આગ લાગી
ગઈકાલે મંગળવારની રાત્રે આગ લાગી હતી. જેથી એક ડઝનથી વધુ ફાયર ગાડીઓએ ઘટના સ્થળે પહોચીને આગ પર કાબૂ મેળવ્યો હતો.
થોડા દિવસ પહેલા તુગલકાબાદ વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં આગ લાગી હતી, જેમાં સેંકડો ઝૂંપડપટ્ટી બળીને ખાખ થઇ ગઇ હતી.