ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તેલંગાણા: મહબૂબનગરમાં ટોલ ગેટની છત પડતા દંપતીનું મોત - they were hit by the roof sheets of toll gate

તેલંગાણાના મહબૂબનગરમાં ટોલ ગેટની છત અચાનક પડી ગઈ હતી. આ છત નીચે દબાઈ જતા એક દંપતીનું મોત નિપજ્યું છે. મહબૂબનગરના ધારાસભ્ય લખમા રેડ્ડીએ પરિવારના સભ્યોને 50,000 રૂપિયા વળતરની જાહેરાત કરી છે.

અકસ્માત
અકસ્માત

By

Published : May 17, 2020, 10:57 AM IST

હૈદ્રાબાદ: તેલંગાણાના મહબુબનગર વિસ્તારમાં શનિવારે ભારે વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. આ દરમિયાન ટોલ ગેટની છત એક દંપતી પર પડી હતી. જે કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ આકસ્માત મહેબુબનગર જિલ્લાના મિંજિલ તાલુકાના ગુન્નોર ખાતે સર્જાયો હતો.

ધારાસભ્ય લખમા રેડ્ડીએ પરિવારના સભ્યોને 50 હજારનું વળતર આપવાની જાહેરાત કરી

આ ઘટના બાદ સ્થાનિક લોકોએ ગુણવત્તા વગરના કામ અંગે વિરોધ દર્શાવયો હતો. અને પીડિત પરિવારને વળતરની માગ કરી હતી. જે બાદ ધારાસભ્ય લખમા રેડ્ડીએ પરિવારના સભ્યોને 50 હજારનું વળતર આપવાની જાહેરાત કરી હતી.

ટોલ ગેટની છત પડતા દંપતીનું મોત

ABOUT THE AUTHOR

...view details