નવી દિલ્હીઃ દિલ્હીના હેલ્થ સેક્રેટરી, ચીફ સેક્રેટરી અને LNJP હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર વિરૂદ્ધ દિલ્હી હાઇકોર્ટમાં માનહાનિ અરજી દાખલ કરી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, દિલ્હી સરકાર દિલ્હી હાઇકોર્ટને આશ્વાસન આપે કે, મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવા માટે જરુરી પગલાઓ લેવામાં આવી રહ્યા છે. આ અંગે 15 જૂને સુનાવણી કરવામાં આવશે.
મૃતદેહોને વોર્ડમાં રાખવાનો વીડિયો આવ્યો સામે
આ અરજી વકીલ અવધ કૌશિકે દાખલ કરી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, મીડિયામાં ચાલી રહેલા વીડિયોમાં જોવા મળે છે કે, કોરોના સંક્રમિત મૃતદેહોને તેમના વોર્ડના કોરિડોરમાં રાખવામાં આવ્યા છે, જ્યાં કોરોના દર્દીઓની સારવાર ચાલી રહી છે. આ વીડિયો ભયાનક છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, હેલ્થ સેક્રેટરી, ચીફ સેક્રેટરી અને એલએનજેપી હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટરે પોતે નિયમોનું ઉલ્લંઘન કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે, કોઇ પણ મૃતદેહ હોસ્પિટલના વોર્ડ અથવા કોરિડોરમાં રાખવામાં ન આવે.