મોરબી જીલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષસ્થાને મળેલી કારોબારી સમિતિની બેઠકમાં તમામ 31 એજન્ડાઓને મંજૂરી મળી હતી, સાથે જ આગામી વર્ષ 2019-20નું બજેટ પણ કારોબારીની બેઠકમાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. જીલ્લા પંચાયતના બજેટમાં આગામી તા. 1ના રોજ મળનાર સામાન્ય સભામાં રજૂ કરવામાં આવશે. કારોબારી બેઠકમાં 6.39 કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.
મોરબીમાં જિલ્લા પંચાયતનું આગામી વર્ષ માટે 6.49 કરોડનું બજેટ મંજૂર - ,Morbi,
મોરબીઃ જીલ્લા પંચાયતની આજે કારોબારી સમિતિની બેઠકમાં તમામ મુદાઓને મંજૂરી આપવામાં આવી છે. સાથે જ આગામી વર્ષ માટેનું 6.49 કરોડનુ પુરાંતવાળું બજેટ કારોબારીમાં મંજૂર કરવામાં આવ્યું છે. જેને આગામી સામાન્ય સભામાં રજૂ કરવામાં આવશે.
જેમાં સામાન્ય વહીવટ ક્ષેત્રે 127.30 લાખ જેમાં માનદ વેતન, પગાર ભથ્થાનો સમાવેશ કરાયો છે. તે ઉપરાંત પંચાયત અને વિકાસ ક્ષેત્રે કુલ 5 કરોડ 20 લાખની જોગવાઈ, શિક્ષણ ક્ષેત્રે 75.33 લાખ, આરોગ્ય અને આયુર્વેદ ક્ષેત્રે 14.10 લાખ, ખેતીવાડી અને પશુપાલન ક્ષેત્રે કુલ 15.85 લાખ, સમાજ કલ્યાણ ક્ષેત્રે 45 લાખ, કુદરતી આફતો માટે 5 લાખ, સિંચાઈ ક્ષેત્રે 18.75 લાખ, બાંધકામ ક્ષેત્રે 120.20 લાખની જોગવાઈ તેમજ પ્રકીર્ણ યોજનાઓ અને કાર્યો અંગે 82 લાખની જોગવાઈનો સમાવેશ થાય છે.
આજે કારોબારી બેઠકમાં મંજૂર કરેલા બજેટમાં કેટલીક જોગવાઈઓમાં સુધારો કરાયો છે. જેમાં ખેતીવાડીમાં ખેડૂત પ્રેરણા પ્રવાસ કે તાલીમ માટેના ખર્ચની મૂળ જોગવાઈ 0.25 લાખથી સુધારીને 3.50 લાખ કરાઈ છે. તેવી જ રીતે નાની સિંચાઈમાં જુના તળાવો, ડેમ મરમ્મત માટે ખર્ચની મૂળ જોગવાઈ ૫ લાખ હતી જેને સુધારીને 10 લાખ કરવામાં આવી છે તેમજ સ્વભંડોળ આવક જાહેર બાંધકામમાં ટેન્ડર ફી ની આવકની મૂળ જોગવાઈ 0.10 લાખ હતી જે સુધારીને 0.50 લાખ કરવામાં આવી છે.