જયપુર : રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં નવા 87 કોરોના સંક્રમણના કેસ સામે આવ્યા છે. જેના પગલે રાજ્યમાં સંક્રમિતની કુલ સંખ્યા 4213 પર પહોંચી છે. આજે બુધવારે સૌથી વધુ કેસ જયપુર અને પાલીથી સામે આવ્યા હતા.
રાજસ્થાનમાં 87 નવા કેસ કોરોના પોઝિટિવ, કુલ સંક્રમિતની સંખ્યા 4213 - BSFના 42 જવાન પોઝીટીવ
રાજસ્થાનમાં આજે બુધવારે કોરોનાના 87 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જેના પગલે રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યાનો આંકડો 4213 પર પહોંચ્યો છે.
જો સંક્રમીતોની વાત કરીએ તો BSFના 42 જવાન પોઝિટિવ આવ્યા છે. આ ઉપરાંત ઇરાનથી લઇ આવેલા ભારતીયોમાંથી 61, ઇટલીથી 2 અને અન્ય રાજ્યમાંથી આવેલા 2 લોકો રાજ્યમાં પોઝિટિવ આવ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 1,85,610 લોકોના સેમ્પલ લીધા છે. જેમાં 1,76,976, લોકો નેગેટીવ આવ્યા છે અને 4421 લોકોના રિપોર્ટ આવવાના હજુ બાકી છે.
રાજ્યમાં કુલ 2455 પોઝિટિવ દર્દીઓના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. આ ઉપરાંત 2159 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં 117 લોકોના મોત નિપજ્યા છે અને 1641 કેસ એક્ટીવ છે.