મધ્યપ્રદેશ: શાજાપુરની એક ખાનગી હોસ્પિટલમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક 80 વર્ષિય વૃદ્ધ વ્યક્તિને હોસ્પિટલમાં બેડ સાથે હાથ પગ બાંધીને રાખવામાં આવી રહ્યા છે. કારણે કે, તેમની પાસે ઈલાજ માટે પૈસા નથી. વૃદ્ધ દર્દી અને તેની પુત્રી હોસ્પિટલમાં પરેશાન છે પરંતુ તેમને સાંભળવા માટે કોઈ નથી.
ડૉક્ટરની દબંગાઇ, હોસ્પિટલમાં 80 વર્ષીય વૃદ્ધ દર્દીને બેડ સાથે બાંધી રખાયા - મધ્યપ્રદેશ
શાજાપુરની હોસ્પિટલમાં 80 વર્ષીય વૃદ્ધને ઘણા દિવસથી હોસ્પિટલમાં બેડ સાથે બાંધી રાખવામાં આવ્યા છે. કારણકે, તેમને ઈલાજના બાકી રહેલા પૈસા આપ્યા નથી.
રાજગઢ જિલ્લામાંથી સારવાર માટે શાજાપુરની સિટી હોસ્પિટલમાં આવેલા 80 વર્ષીય લક્ષ્મી નારાયણે સારવાર દરમિયાન હોસ્પિટલમાં દાખલ થતાં જ 6 હજાર રૂપિયા અને ત્યારબાદ 5 હજાર રૂપિયા જમા કરાવ્યા હતા. સ્વસ્થ થયા પછી, જ્યારે તેઓને ડિસ્ચાર્જ કરવા માટે કહ્યું તો, ત્યારે તેમને વધુ 11,270 રૂપિયા જમા કરવાનું કહેવામાં આવ્યું, જે રૂપિયા તેમની પાસે ન હતા.
આ ઉપરાંત તેમની પુત્રીએ પૈસા માટે પ્રયત્નો પણ કર્યા, પરંતુ કોરોનાને કારણે પૈસાની વ્યવસ્થા થઈ શકી નહીં. હોસ્પિટલ મેનેજમેન્ટે તેમને ડિસ્ચાર્જ કરવાની ના પાડી અને જ્યારે વૃદ્ધ ઘરે જવા લાગ્યા, ત્યારે તેમના હાથ-પગ બેડ સાથે બાંધી દીધા હતા. રવિવારથી તેમને હોસ્પિટલમાં બાંધી રાખવામાં આવ્યા છે અને તેની પુત્રીને પણ અહીંથી બહાર જવા દેવામાં આવી નથી.
80 વર્ષીય લક્ષ્મીનારાયણના કહેવા પ્રમાણે બાકીની સારવારના પૈસા ન આપતા તેમના હાથ પગ બેડ સાથે બાંધી દેવામાં આવ્યા હતા અને તેમને ખોરાક અને પીવાનું પાણી પણ આપવામાં આવતું નથી.