અમૃતસરઃ દુનિયા કોરોના વાઇરસ સામે લડી રહી છે, ત્યારે કોરોના વાઇરસ મોટી ઉમરના લોકો પર વધારે અસર કરે છે. ત્યારે શકુંતલા દેવી જે રીતે યોગાસન કરે છે, તેને જોતા તે યોગાસનમાં યુવાનોને પણ માત આપી રહી છે. આ વુદ્ધને તેમના યોગાસન જોતા તેમને યોગ માતા તરીકે લોકો ઓળખવા લાગ્યા છે.
75 વર્ષની યોગ માતા શકુંતલા દેવી 12 વર્ષથી શિખવે છે યોગ - 75-year-old woman running yoga
પંજાબના અમૃતસરમાં રહેતી કોરોનાના સમયમાં યુવાનોને યોગ શિખવી મોટિવેશનનું કેન્દ્ર બન્યા છે. આ ઉમરમાં પણ તેમને યોગના દરેક આસન આવડે છે. યોગ માતા યુવાનોને મફતમાં શીખવે છે યોગ...
75 વર્ષની યોગ માતા શકુંતલા દેવી 12 વર્ષથી શિખવે છે યોગ
શકુંતલા દેવીએ જણાવ્યું કે, હાલની યુવા પેઢી મોબાઇલ પર પોતાનો વધારે સમય વિતાવે છે. ત્યારે તેના કારણે તે બીમારીઓનો શિકાર થાય છે. પણ યોગ દ્વારા આપણે પોતાની જાતને સ્વસ્થ રાખી શકીએ છીએ.
શકુંતલા દેવીના પુત્રએ કહ્યું કે, માતા બાબા રામદેવને ટીવી પર જોઇને તેમને પ્રેરણા મળી છે. સૌથી પહેલા તો વિશ્વાસ જ ન થયો, પણ માતાએ યોગ કર્યા ત્યારબાદ ફર્ક જોવા મળ્યો હતો, અને હવે આખો પરિવાર યોગ કરે છે.