ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શાહજહાંપુરમાં એક પરિવારના 7 સભ્યોને ફૂડ પોઇઝનિંગ, પ્રસાદ ખાધા બાદ તબિયત લથડી - શાહજહાંપુર

શાહજહાંપુરમાં પુજાના પ્રસાદ ખાધા બાદ એક જ પરિવારના સાત લોકોને ફૂડ પોઇઝનિંગના કારણે તબિયત બગડી હતી. જેમાં 4 બાળકો પણ સામેલ છે. આ લોકોની તબિયત બગડતાં તેઓને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યાં છે. જ્યાં તેમની સારવાર ચાલુ છે.

shahjahanpur
શાહજહાંપુર

By

Published : Jul 4, 2020, 1:19 PM IST

ઉત્તર પ્રદેશ: શાહજહાંપુરમાં પુજાના પ્રસાદ ખાધા બાદ એક જ પરિવારના સાત લોકોને ફૂડ પોઇઝનિંગના કારણે તબિયત બગડી હતી. જેમાં 4 બાળકો પણ સામેલ છે. આ લોકોની તબિયત બગડતાં તેઓને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યાં છે. જ્યાં તેમની સારવાર ચાલુ છે.

પ્રસાદ ખાધાના 1 કલાક બાદ એક પછી એક પરિવારના બધા સભ્યો બીમાર થઈ ગયા હતાં. બધાંને ઊલટી અને ચક્કર આવવાના ચાલુ થઇ ગયા હતાં. જેમાં 4 બાળકો પણ સામેલ છે. જેથી ત્યાનાં વિસ્તારના લોકોના મદદથી તમામને સામૂહિક આરોગ્ય કેન્દ્ર લઈ જવામાં આવ્યા હતાં. જ્યાંથી તેઓની હાલત બગડતાં મેડિકલ કોલેજમાં લઇ જવામાં આવ્યા હતા. હાલ ડોકટરોએ સારવાર ચાલુ કરી દીધી છે.

ABOUT THE AUTHOR

...view details