ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લિબિયામાં અપહરણ કરાયેલા સાત ભારતીયોને મુક્ત કરવાની કોશિશ ચાલુ - Tripoli airport

લિબિયામાં જે સાત ભારતીયોના ગયા મહિને અપહરણ થઇ ગયા હતા તેઓને મુક્ત કરવા માટેનો પ્રયાસ શરુ છે. તેમજ ભારત લિબિયાના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે.

7 Indians kidnapped in Libya; govt in touch with Libyan authorities to rescue them: MEA
લિબિયામાં અપહરણ કરાયેલા સાત ભારતીયોને મુક્ત કરવાની કોશિશ ચાલુ

By

Published : Oct 9, 2020, 10:19 AM IST

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશ, બિહાર, ગુજરાત અને આંધપ્રદેશના જે સાત ભારતીયોના ગયા મહિને લિબિયામાં અપહરણ થઇ ગયા હતા. તેમને મુક્ત કરવા માટેનો પ્રયાસ જારી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, અપહરણકર્તાને છોડાવવા માટે ભારત લિબિયાના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવએ કહ્યું કે, ભારતીયોને 14 સપ્ટેમ્બરના રોજ અશવરીફ નામના સ્થળેથી અપહરણ કરવામાં આવ્યું હતું, જ્યારે તેઓ ભારત આવવા માટે ત્રિપોલી એરપોર્ટ જઇ રહ્યા હતા. તેમણે કહ્યું કે, સરકાર અપહરણકર્તાના પરિવારજનોના સંપર્કમાં છે. તેમજ તેમના પરિવારને આશ્વાસન આપવામાં આવ્યું છે. તેમની સુરક્ષિત મુકિત માટે કોશિષ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details