પોલીસના જણાવ્યા પ્રમાણે આ ઘટનાને લઈને 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના સોમવારની રાત્રે લગભગ 11 વાગીને 40 મિનિટ પર બની હતી.
અભિનેત્રી સાથે ગેરવર્તણૂક કરવા પર 7ની કરાઈ ધરપકડ - arrested
કોલકાતા: મોડેલમાંથી અભિનેત્રી બનેલી ઉશોશી સેનગુપ્તાએ આરોપ લગાવ્યો છે કે, કામ પરથી ઘર આવતા સમયે કેટલાક આવારાતત્વોએ જવાહરલાલ રોડ ક્રોસિંગ નજીક તેનો પીછો કરી અને તેની સાથે ગેરવર્તણૂક પણ કરી હતી.
અભિનેત્રી સાથે ગેરવર્તણૂક કરવા પર 7ની કરાઈ ધરપકડ
સેનગુપ્તા દ્વારા લેવામાં આવેલા ફોટો અને CCTV ફૂટેજના આધારે તેઓની ધરપકડ થઈ છે.
સેનગુપ્તાનો દાવો છે કે, તેઓ એક કેબથી પોતાની એક સહકર્મી સાથે ઘર આવી રહી હતી. આ દરમિયાન તેમની કારને બાઈકસવાર યુવકોએ ટક્કર મારી હતી. સાથે જ કારચાલકને બહાર નીકાળીને માર મારવા લાગ્યા હતા.