જમ્મુ કાશ્નીરના એક સામાજિક કાર્યકર્તા રોહિત ચૌધરી દ્વારા માહિતી મેળવવાનો અધિકાર (RTI) કાયદાને અંતર્ગત મોકલવામાં આવેલા સવાલના જવાબમાં ગૃહ મંત્રાલયે આ માહિતી જાહેર કરી છે.
જમ્મુ-કાશ્મીરમાં 4 મહિનામાં 61 સુરક્ષાકર્મી અને 11 નાગરિકોના મોત - indian army
શ્રીનગર: વર્ષ 2019ના પહેલા 4 મહિનામાં 177 આતંકી ઘટનાઓમાં 61 સુરક્ષાકર્મી શહીદ થયા છે. આ સાથે જ 11 નાગરિકોના પણ મોત થયા છે. આ વાતની માહિતી ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવી છે.
month
આ સિવાય તેમણે જણાવ્યું કે, આતંકી ઘટનામાં કુલ 73 સુરક્ષાકર્મી અને 69 નાગરિકો ઘાયલ થયા છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા, ઉત્તરીય કમાન્ડના જનરલ ઑફિસર કમાન્ડિંગ ઇન ચીફ, લેફ્ટનન્ટ જનરલ રણબીર સિંહે જણાવ્યું કે, અત્યાર સુધીમાં 86 આતંકીઓનો સફાયો કરવામાં આવ્યો છે. તેમણે સંકલ્પ લીધો હતો કે, આતંકીઓ વિરૂદ્ધ આ કડક કાર્યવાહી કરવામાં આવશે.