ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સિરસામાં પહેલા ધોરણમાં ભણતી બાળકી સાથે દુષ્કર્મ, આરોપીની ઉંમર 6 વર્ષ - બળાત્કાર

સિરસાઃ હરિયાણાના સિરસામાં પહેલા ધોરણમાં અભ્યાસ કરતી એક બાળકી સાથે દુષ્કર્મની અરેરાટી ઉપજાવનારી ઘટના બની છે. બાળકી સાથે અભ્યાસ કરનાર સામે જ દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. જેની ઉંમર હજુ 6 વર્ષની હોવાનું જાણવા મળ્યુ છે. હાલમાં પોલીસે બાળકીની માતાની ફરીયાદના આધારે તપાસ શરુ કરી છે.

સિરસામાં પહેલા ધોરણાં ભણતી બાળકી સાથે દુષ્કર્મ, આરોપીની ઉંમર 6 વર્ષ

By

Published : Aug 30, 2019, 11:05 PM IST

Updated : Aug 30, 2019, 11:50 PM IST

પોલીસ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે, પીડિતાની માતાએ લખાવ્યુ છે કે, તેમની દિકરી તેમના ઘરની નજીકની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. થોડા દિવસો પહેલા તેમની પુત્રીએ ઘરે આવીને જણાવ્યુ હતું કે, તેને પેટમાં પીડા થઈ રહી છે. જ્યારે ડૉકટર પાસે ગયા ત્યારે ચોંકાવનારી વાત સામે આવી હતી. બાળકીને પુછ્યુ તો તેણે આપવીતી જણાવી હતી. તેણે કહ્યુ કે, ટૉયલેટમાં એક છોકરો તેને લઈ ગયો હતો. છોકરાએ તેની સાથે દુષ્કર્મ કર્યુ હતું. ઘટના સામે આવ્યા પછી પીડિતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે.

સિરસામાં પહેલા ધોરણાં ભણતી બાળકી સાથે દુષ્કર્મ, આરોપીની ઉંમર 6 વર્ષ

હાલમાં પોલીસે બાળકીની માતાની ફરીયાદ નોંધી છે. બાળકીની હાલત સામાન્ય થયા પછી પોલીસ આરોપી વિદ્યાર્થીની ઓળખ કરાવશે. આ કેસમાં પોલીસ પણ મુંઝવણમાં મુકાઈ છે. DSP રાજેશ કુમારે આ અંગે જણાવ્યુ હતું કે, તેઓ 7 વર્ષથી નાની વયના આરોપીની ધરપકડ કરી શકશે નહીં. જો કે DSP એ જણાવ્યુ હતું કે, આ ઘટના સમાજ માટે લાલબત્તી સમાન છે. બાળકના જન્મ સાથે જ તેને યોગ્ય સમજ આપવાની અને કેટલીક બાબતોથી દુર રાખવાની જરુર છે.

Last Updated : Aug 30, 2019, 11:50 PM IST

ABOUT THE AUTHOR

...view details