2019ના જવા પહેલા ધુમ્મસનો કહેર ફરી જોવા મળ્યો છે. ધુમ્મસના કારણે નોઈડામાં રવિવારે રાત્રીના સમયે ગંભીર અક્સમાત સર્જાયો હતો. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયાં છે. નોઈડામાં 11 લોકો ભરેલી મારૂતિ અર્ટિગા કેનાલમાં ખાબકી હતી. જેમાં તમામ 11 લોકો દબાયા હતા. મળતી માહિતી મુજબ કાર દિલ્હી જઇ રહી હતી.
ગ્રેટર નોઈડામાં કાર કેનાલમાં ખાબકી, 6 લોકોના મોત - નોઈડામાં કાર અસક્માત
લખનઉ: દિલ્હીની પાસે ગ્રેટર નોઈડામાં ગંભીર અક્સમાત સર્જાયો છે. આ અક્સમાતમાં 6 લોકોના મોત થયા છે.
ગ્રેટર નોઈડામાં કાર કેનાલમાં ખાબકી, 6 લોકોના મોત
પોલીસના જણાવ્યા અનુસાર કારમાંથી 5 ઈજાગ્રસ્તને બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મૃતક 6 લોકોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યાં છે.