નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાને કારણે લોકો મોતને ભેટી રહ્યાં છે. દેશમાં અત્યાર સુધીમાં 5829 લોકોના મોત કોરોના વાઈરસને લીધે થયાં છે. જ્યારે કુલ કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યાનો આંક 2 લાખને પાર પહોંચ્યો છે.
દેશમાં કોવિડ 19ની સૌથી વધુ અસર મહારાષ્ટ્ર રાજ્યમાં જોવા મળી રહી છે. જયાં મુંબઈ શહેરમાં લોકો સતત કોરોનાના સંકજામાં આવી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 70 હજારને પાર પહોંચી છે જ્યારે દિલ્હીમાં 20 હજાર લોકો કોરોનોની ઝપેટમાં આવ્યાં છે.
દેશભરમાં સૌથી વધુ 72,300 દર્દીઓ મહારાષ્ટ્રમાં છે અહીં 2,465 લોકોએ જીવ ગુમાવ્યા છે. તો બીજી તરફ 24,586 દર્દીઓ સાથે તમિલનાડુ બીજા ક્રમે છે અહીં 200 લોકોના કોરોનાના લીધે મોત થયા છે. દિલ્હી 22,132 દર્દીઓ સાથે ત્રીજા નંબરે છે અને 556 લોકોના મોત થયા છે.
આપને જણાવી દઈએ કે ભારતમાં એક લાખ કરતાં વધારે લોકોએ કોરોના સામે જંગ લડી માત આપી છે.
મંગળવારે મહારાષ્ટ્રમાં 2287, તમિલનાડુમાં 1091, ગુજરાતમાં 415, પશ્ચિમ બંગાળમાં 396, કર્ણાટકમાં 388, રાજસ્થાનમાં 171, બિહારમાં 104, ઓડિશામાં 141, આંધ્ર પ્રદેશમાં 115, ઉત્તરાખંડમાં 40, આસામમાં 28 અને મિઝોરમમાં 12 કેસ નોંધાયા હતાં.