જયપુરઃ રાજસ્થાનમાં કોરોના વાઇરસના કેસ સતત વધી રહ્યા છે, પરંતુ સારી વાત એ છે કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ મોત થયા નથી. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં 103 લોકોના મોત થયા છે.
રાજસ્થાનમાં કોરોના વાઇરસના 57 નવા કેસ આવ્યા સામે, 24 કલાકમાં એક પણ મોત નહીં - કોવિડ 19
સ્વાસ્થય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આકંડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 57 નવા કેસમાંથી સૌથી વધુ 20 ઉદયપુરના છે.
Rajasthan News
રાજસ્થાનના સ્વાસ્થય વિભાગ દ્વારા શનિવારે સવારે 9 કલાકે જાહેર કરેલા આંકડાઓ અનુસાર શુક્રવારે સુધી રાજ્યમાં 57 નવા કેસ સામે આવ્યા છે. તેને મળીને રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 3636 થઇ છે.
સ્વાસ્થય વિભાગ દ્વારા તાજા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં સામે આવેલા 57 નવા કેસમાં સૌથી વધુ 20 ઉદયપુરના છે. આ ઉપરાંત જયપુરતથી 15, પાલીથી 3, કોટાથી એક, અજમેરથી 11, ચુરૂથી 2, બાડમેરથી એક, રાજસમંદથી 2, જાલોરથી એક અને દોસાથી એક કેસ સામે આવ્યો છે.