ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કાનપુરમાં રાજકીય બાળ સુરક્ષા ગૃહમાં રહેતી 57 કિશોરીઓને કોરોના પોઝિટિવ - રાજ્ય બાળ સુરક્ષા ગૃહ

ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના રાજકીય બાળ સુરક્ષા ગૃહમાં રહેતી 57 કિશોરીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમજ પોક્સો એક્ટની બે સગર્ભા યુવતીઓ પણ કોરોના પોઝિટિવ આવી છે. આ યુવતીઓને રામા મેડિકલ કોલેજમાં સારવાર માટે મોકલવામાં આવી છે.

kanpur
રાજ્ય બાળ સુરક્ષા ગૃહ

By

Published : Jun 22, 2020, 10:29 AM IST

કાનપુર: રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે કાનપુરના રાજ્ય બાળ સુરક્ષા ગૃહમાં 57 કિશોરીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે. આ કિશોરીઓને સારવાર માટે કોવિડ-19 રામા મેડીકલ કોલેજ મોકલવામાં આવી હતી. ત્યારે આ સંક્રમિત કિશોરીઓમાં 7 કિશોરી ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે એસ.એસ.પી દિનેશકુમારનું કહેવું છે કે, તે પહેલાથી જ ગર્ભવતી હતી. કાનપુર આવ્યા પછી તે ગર્ભવતી થઈ નથી.

કાનપુરના બાળ સુરક્ષા ગૃહમાં કોરોના સંક્રમણની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, અહીં રહેતી પોક્સો એક્ટની બે ગર્ભવતી કિશોરી પણ કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે. આ બંનેમાંથી એકને HIV છે. તેમજ બીજી કિશોરી હેપેટાઇટિસથી અસરગ્રસ્ત છે. થોડા દિવસ પહેલાં રાજ્ય બાળ સુરક્ષા ગૃહમાં રહેતી યુવતીઓમાં કોરોનાનાં લક્ષણો મળ્યા બાદ થોડા દિવસો પહેલા આ તપાસ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details