તિરૂવનંતપુરમ : શનિવારે રાજ્યમાં નવા 54 કેસ સામે આવ્યા છે. જેના પગલે સંક્રમિતોની કુલ સંખ્યા 1342 પર પહોંચી છે. જે સમગ્ર માહિતી રાજ્યના આરોગ્ય પ્રધાન કે. શૈલજાએ આપી હતી.
કેરળમાં વધુ 54 નવા કોરોનાના કેસ નોંધાયા, કુલ 1342 સંક્રમિત - સંક્રમિત
વિશ્વ સહિત દેશ હાલ કોરોના સામે લડી રહ્યો છે, ત્યારે આ વચ્ચે કેરળની લડત કોરોના સામે હજુ યથાવત છે. આ વચ્ચે રાજ્યમાં કોરોનાના નવા 54 કેસ સામે આવ્યા છે. જેના પગલે સંક્રમિતોની કુલ સંખ્યા 1342 પર પહોંચી છે.
કેરળ રાજ્યમાં વધુ 54 નવા કોરોનાના કેસ નોંધાયા
આ તકે આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું કે, 54માંથી 23 વિદેશથી, 25 બીજા રાજ્યમાંથી અને 7 સ્થાનિક લોકોના કોરોના કેસ સામે આવ્યા છે. આ વચ્ચે રવિવાર સુધીમાં રાજ્યમાં 1101 લોકો સ્વસ્થ થયા છે.
ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં 2,42,767 લોકો ઘરમાં જ્યારે 2023 લોકો હોસ્પિટલમાં ક્વોરન્ટાઇન હેઠળ છે. આ દિવસોમાં વધુ 6 હોટસ્પોટ વિસ્તારોનો ઉમેરો થયો છે. જેના પગલે કુલ 122 વિસ્તારો હોટસ્પોટમાં નોંધાયા છે.