ગુજરાત

gujarat

ETV Bharat / bharat

51 લોકોએ દેશને લગાવ્યો 18 હજાર કરોડ રૂપિયાનો ચૂનો - છેતરપિંડી કરવામાં આવી

નવી દિલ્હી: કેન્દ્રીય નાણાં રાજ્ય પ્રધાન અનુરાગ ઠાકુરે રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં માહિતી આપી હતી કે, 66 કેસોમાં 51 લોકો 18 હજારનો ચુનો લગાવી દેશ છોડી નાસી ગયા છે.

etv bharat
etv bharat

By

Published : Dec 4, 2019, 10:08 AM IST

આર્થિક ગુનાઓ કર્યા બાદ દેશમાંથી ભાગી ગયેલા કુલ 51 લોકોએ રૂ. 17,9૦૦ કરોડની છેતરપિંડી કરી હોવાનું સરકારે મંગળવારે સંસદને માહિતી આપી હતી.

નાણાં રાજ્ય પ્રધાન અનુરાગ સિંહે ઠાકુરે રાજ્યસભામાં ભાગેડું આર્થિક અપરાધીઓ અંગેના એક પ્રશ્નના લેખિત ઉતરમાં આ માહિતી આપી હતી. પ્રધાને કહ્યું કે, (CBI) સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન એ જણાવ્યું કે, આજ સુધીમાં 66 કેસોમાં 51 ફરાર અને ઘોષિત જાહેર થયેલા ગુનેગારો અન્ય દેશોમાં ભાગી ગયા છે.

તેમણે કહ્યું કે, CBIએ રિપોર્ટ આપ્યો છે. આ મામલામાં આરોપી દ્વારા અંદાજે 17,947.11 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details