ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તેલંગાણાઃ ઓગસ્ટ સુધીમાં 50 હજાર લોકોને મળશે આશરોઃ કેટીઆર

તેલંગાણા મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન અને શહેરી વિકાસ પ્રધાન કે.ટી. રામા રાવે કહ્યું કે, હાઉસિંગ પ્રોજેક્ટ અંતર્ગત ઓગસ્ટમાં લગભગ 50,000 લાભાર્થીઓને તેમના મકાનો સોંપવામાં આવશે.

telangana, Etv Bharat
telangana

By

Published : May 21, 2020, 9:05 PM IST

હૈદરાબાદ: તેલંગાણા મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન અને શહેરી વિકાસ પ્રધાન કે.ટી. રામા રાવે કહ્યું કે, હાઉસિંગ પ્રોજેક્ટ અંતર્ગત ઓગસ્ટમાં લગભગ 50,000 લાભાર્થીઓને તેમના મકાનો સોંપવામાં આવશે. જે રાજ્ય સરકાર માટે એક સારી કામગીરી છે.

ગુરુવારે પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા બેઠકમાં કેટીઆરએ આ અંગે જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, શહેરમાં એક લાખ 2 બીએચકે મકાનોની યોજના તૈયાર કર્યા બાદ બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે.

આ સાથે જ તેમણે કહ્યું કે સરકારે ગરીબો માટે એક લાખ 'ગરિમા ઘર' બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. હાલ તેના પર કામ ચાલી રહ્યું છે, દશેરા સુધીમાં તૈયાર થઈ જશે.

અન્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે લોકડાઉન દરમિયાન પણ આ પ્રોજેક્ટ પર કામગીરી ચાલુ રાખવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details