ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લોકડાઉન દરમિયાન ટ્યુશન લેતા શિક્ષકનો 5 વર્ષના બાળકે ભાંડો ફોડ્યો - ગુરૂદાસપુર ન્યૂઝ

પંજાબના ગુરૂદાસપુર જિલ્લાના બટાલા શહેરમાં એક રસપ્રદ વીડિયો સામે આવ્યો છે, જેમાં પાંચ વર્ષનો માસુમ બાળક કરફ્યૂ દરમિયાન ટ્યુશન ક્લાસ લેતી પોતાની ટીચરની માહિતી પોલીસને આપીને ટીચરનો જ ક્લાસ લગાવે છે.

Etv Bharat
punjab police

By

Published : Apr 27, 2020, 7:42 PM IST

પંજાબઃ પંજાબના ગુરૂદાસપુર જિલ્લાના બટાલા શહેરમાં એક રસપ્રદ વીડિયો સામે આવ્યો છે, જેમાં પાંચ વર્ષનો માસુમ બાળક કરફ્યૂ દરમિયાન ટ્યુશન ક્લાસ લેતી પોતાની ટીચરની માહિતી પોલીસને આપીને ટીચરનો જ ક્લાસ લગાવે છે.

આ ઘટના ત્યારે બની જ્યારે એક શખ્સ તેના ભત્રીજા અને ભત્રીજીને ટ્યુશનમાંથી પાછો લઈ આવતો અને પોલીસે તેને રોકી પુછપરછ કરી. આ દરમિયાન બાળકે પોલીસ અધિકારી ગુરદિપ સિંહને જણાવ્યું કે લોકડાઉન દરમિયાન પણ તેની ટ્યુશન ટીચર ક્લાસ ચલાવી રહી છે.

આટલે ન અકટતાં બાળક પોલીસને તેની ટ્યુશન ટીચરના ઘરેે લઈ ગયો. ટીચરે ઘરનો દરવાજો ખોલ્યો તો પોલીસની ટીમ દેખાતા તે ગભરાઈ ગઈ, આ સાથે જ પોલીસે ટ્યુટરને ઠપકો આપ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details