ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કાશ્મીર: હિમસ્ખલનથી સોનમર્ગમાં 5 લોકોના મોત, કુપવાડામાં 3 જવાન શહીદ - હિમસ્ખલન

જમ્મુ કાશ્મીર: કાશ્મીર સતત થઇ રહેલી બરફવર્ષા જાનલેવા સાબિત થઇ રહી છે. કુપવાડાના માછિલ સેક્ટરમાં હિમસ્ખલનના કારણે 3 જવાન શહીદ થયા છે. એક જવાન ગુમ છે. ઘાટીમાં હિમસ્ખલનના કારણે 5 લોકોના મોત થયા છે. સૂત્રો પ્રમાણે રામપુર અને ગુરેજ સેક્ટરમાં હિમસ્ખલનની ઘણી ઘટનાઓની સૂચના મળી છે.

JK
કાશ્મીર

By

Published : Jan 14, 2020, 12:03 PM IST

મધ્ય કાશ્મીરના ગેન્ડરબલ જિલ્લામાં સોનમર્ગમાં કુલાન ગામમાં હિમસ્ખલનના કારણે 5 લોકોના મોત થયા છે. સેનાએ આ વિસ્તારમાં બચાવ અભિયાન શરૂ કર્યું છે.

7 જાન્યુઆરીએ જમ્મુ કાશ્મીરમાં locની પાસે પુંછ જિલ્લામાં હિમસ્ખલન થયું હતું. જેમાં એક વ્યકિતનું મોત થયું હતું.

ABOUT THE AUTHOR

...view details