ગુજરાત

gujarat

By

Published : May 1, 2020, 11:22 PM IST

ETV Bharat / bharat

'એક રાષ્ટ્ર-એક રાશનકાર્ડ' યોજનામાં વધુ 5 રાજ્યો જોડાયા: પાસવાન

'એક રાષ્ટ્ર-એક રાશનકાર્ડ' યોજના હેઠળ લાભાર્થી એક જ રાશન કાર્ડનો ઉપયોગ કરીને દેશના કોઈ પણ રાજ્યમાંથી NFSA હેઠળ પોતાના કોટાનું રાશન લઈ શકશે. 1 જૂનથી ખાદ્ય મંત્રાલય લાગુ કરશે.

5-more-states-including-bihar-punjab-join-one-nation-one-ration-card-scheme-paswan
બિહાર, પંજાબ સહિત વધુ પાંચ રાજ્યો 'એક રાષ્ટ્ર-એક રાશનકાર્ડ' યોજનામાં જોડાયા : પાસવાન

નવી દિલ્હી: 'એક રાષ્ટ્ર-એક રાશન કાર્ડ' યોજના હેઠળ લાભાર્થી એક જ રાશનકાર્ડનો ઉપયોગ કરીને દેશના કોઈ પણ રાજ્યમાંથી NFSA હેઠળ પોતાના કોટાનું રાશન લઈ શકશે. 1 જૂનથી ખાદ્ય મંત્રાલય લાગુ કરશે.

કેન્દ્રીય ખાદ્યપ્રધાન રામવિલાસ પાસવાને શુક્રવારે કહ્યું હતું કે, બિહાર અને પંજાબ સહિત પાંચ વધુ રાજ્યો 'એક રાષ્ટ્ર - એક રાશનકાર્ડ' યોજનામાં જોડાયા છે. કુલ મળીને કુલ 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 60 કરોડ લાભાર્થીઓને રાશનકાર્ડ પોર્ટેબીલીટીનો લાભ મળી રહ્યો છે.

પાસવાને એક ટ્વીટમાં કહ્યું કે, "આજે બિહાર, યુપી, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દમણ અને દીવને 'એક રાષ્ટ્ર-એક રાશન કાર્ડ' યોજના સાથે જોડવામાં આવ્યાં છે."

તેમણે કહ્યું કે, ચાલું વર્ષે 1 જાન્યુઆરીએ 12 રાજ્યો એકબીજા સાથે જોડાયેલા હતા અને હવે 17 રાજ્યો જાહેર વિતરણ પ્રણાલીની આ સંકલિત વ્યવસ્થાપન સિસ્ટમ (પીડીએસ) હેઠળ આવ્યાં છે. આ રાજ્યોની રાશન સિસ્ટમ એકબીજા સાથે જોડાઈ ગઈ છે.

ABOUT THE AUTHOR

...view details