લખનઉઃ દેશમાં કોરોનાને કહેર શરૂ છે. જેથી સમગ્ર દેશને 21 દિવસ માટે લોકડાઉન કરવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશ સરકાર લોકડાઉમાં ગરીબ અને મજૂરોને આર્થિક સહાય કરી રહીં છે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આ વખતે અંદાજે 5 લાખ દૈનિક વેતન મેળવનારા લોકોના ખાતામાં ડાયરેક્ટ 1-1 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા છે.
CM યોદી આદિત્યનાથે કહ્યું કે, શહેરી વિકાસ વિભાગ દ્વારા ફેરિયાઓ, ઓટો ડ્રાઈવર, રીક્ષા ચાલક, ઈ-રીક્ષા ચાલક, શાકમાર્કેટમાં કામ કરનારા લોકો વગેરે લાભાર્થીઓને 1-1 હજાર રૂપિયાની સહાય આપી છે.