રવિવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. રવિન્દ્ર ખરાત ભુસાવલ શહેરના સમતા નગર પરિસરમાં પોતાના ઘરની બહાર બેઠા હતા. ત્યારે બે આરોપીએ ફાયરિંગ કર્યું હતું. ઘાયલ થયા બાદ તેમનું મોત થયું હતું.
મહારાષ્ટ્ર: ભુસાવલમાં ભાજપ નેતા સહિત 5ની હત્યા, 3 આરોપીની અટકાયત - જલગાંવ
જલગાંવઃ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના ભુસાવલમાં ભાજપ નેતા રવિન્દ્ર ખરાતના પરિવાર પર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ અને ચાકુથી હુમલો કર્યો હતો. આ હુમલામાં કુલ 5 લોકોના મોત થયા હતા.
bhusaval
ફાયરિંગનો અવાજ સાંભળીને તેમના ભાઈ સુનીલ બાબુ રાવ ખરાત બહાર આવ્યા હતા. અજાણ્યા શખ્સોએ તેમના પર પણ ફાયરિંગ કર્યું હતું. સુનીલ ખરાત પર ચાકુથી હુમલા કરીને તેમનું ગળું કાપી હત્યા કરાઇ હતી.
રવિન્દ્ર ખરાતના બંને પુત્રો રોહિત અને પ્રેમ સાગરની સાથે એક મિત્ર પર ચાકુથી હુમલો કર્યો હતો. બંને પુત્ર અને મિત્ર ઘાયલ થયા છે. હુમલા કરી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા. બે વ્યકિતઓનું ઘટના સ્થળે મોત થયું હતું. આ મામલે પોલીસે ત્રણ આરોપીની અટકાયત કરી છે.
Last Updated : Oct 7, 2019, 8:19 AM IST