જમ્મુ કાશ્મીર: આતંકવાદીઓનો પોલીસ સ્ટેશન પર હુમલો, 5 લોકો ઘાયલ - jammu kashmir
શ્રીનગર: જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં ગ્રેનેટથી હુમલો થયો હોવાની માહિતી મળી છે. આ હુમલો ઘાટીના અરિહાલ પોલીસ સ્ટેશન પર કરવામાં આવ્યો છે. જે હુમલામાં 5 લોકો ઘાયલ થયા છે. જ્યારે 2ની હાલત ગંભીર છે.
જમ્મુ કાશ્મીર: આતંકવાદીઓનો પોલીસ સ્ટેશન પર હુમલો, 5 લોકો ઘાયલ
ઉલ્લેખનિય છે કે, થોડા સમય પહેલા પણ ઘાટીના પુલવામામાં આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. આતંકવાદીઓ આર્મીની 44 રાઇફલ્સને નિશાનો બનાવતા IED બ્લાસ્ટ કર્યો હતો.આ હુમલો પુલવામાના અરિહલ ગામમાં કરવામાં આવ્યો હતો.