ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઋષિકેશ: પોલીસે લક્ષ્મણઝુલાથી 5 વિદેશીઓને પકડી કોરેન્ટાઈન કર્યા - 5 વિદેશી નાગરિકોની પોલીસે ધરપકડ કરી

કોરોના વાઈરસને કારણે દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે જે લોકો જ્યાં છે, ત્યાં જ તેઓને રોકાવા જણાવવામાં આવ્યું છે. પરંતુ 5 વિદેશી નાગરિકો છેલ્લા 26 દિવસથી ઋષિકેશની એક ગુફામાં છુપાયા હતા. તેઓને પોલીસે લક્ષ્મણઝુલાથી પકડીને સ્વાસ્થ્ય પરીક્ષણ કર્યું અને ત્યારબાદ તેમને કોરેન્ટાઇન કર્યા હતા.

ઋષિકેશ
ઋષિકેશ

By

Published : Apr 19, 2020, 11:38 AM IST

ઋષિકેશ: નીલકંઠ માર્ગ પાસેના જંગલમાં 24 માર્ચથી એક ગુફામાં રહેતા 5 વિદેશી નાગરિકોની પોલીસે ધરપકડ કરી છે. તેમાં 2 મહિલાઓ છે. પોલીસની જાણકારી અનુસાર વિદેશી નાગરિકો પાસે હોટલમાં રહેવાના પૈસા પૂરા થઇ ગયા હતા. ત્યારે તેઓએ ગુફાને જ આશરો બનાવી લીધો હતો.

તેઓ ગુફાની પાસે આવેલી બજારમાંથી જ રાશન લઇને જમવાનું બનાવતા હતા. સ્થાનિક લોકોની માહિતી પર પોલીસે તેમની ધરપકડ કરી હતી. તેમજ તેઓનું સ્વાસ્થ્ય પરિક્ષણ કરતા તેઓમાં કોરોનાના કોઇ લક્ષણો જણાતા નહોતા. ત્યારબાદ પોલીસે તેઓને કોરેન્ટાઇન કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details