નવી દિલ્હી: રાજધાનીમાં કોરોના ચેપના કેસોમાં જે રીતે વધારો થઈ રહ્યો છે, એની અસર પોલીસકર્મીઓમાં પણ જોવા મળી રહી છે. પાટનગરમાં કોરોનાથી ચેપ લાગતા પોલીસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. 24 મે સુધીમાં આ સંખ્યા 434 પર પહોંચી ગઈ છે. આ આંકડાથી દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓની ચિંતા પણ વધી ગઈ છે, પરંતુ રાહતની વાત છે કે, 434માંથી 140 પોલીસકર્મી સારવાર બાદ સાજા થયા છે.
દિલ્હીમાં કોરોના ખતરો વધ્યો, 434 પોલીસકર્મી અસરગ્રસ્ત - પોલીસકર્મીને કોરોના
લોકડાઉન જાહેર થયા બાદથી દિલ્હી પોલીસના જવાનો રાત-દિવસ ડ્યુટી કરી રહ્યાં છે. અસરગ્રસ્ત જગ્યાએ જઈને પણ ફરજ બજાવી રહ્યાં છે, હવે પોલીસકર્મીઓ પણ કોરોના ચેપનો શિકાર થઈ રહ્યા છે.
દિલ્હી પોલીસ સ્ટેશન ઉપરાંત દિલ્હી પોલીસના પીસીઆર એકમમાં સૌથી વધુ કોરોનાના કેસો નોંધાયા છે. આ પછી ક્રાઇમ બ્રાંચ, ટ્રાફિક પોલીસ, સિક્યુરિટી અને સ્પેશિયલ સેલ છે, જે કોરોનાગ્રસ્ત છે. દિલ્હીમાં સંક્રમિતોની સંખ્યા 13418 પર પહોંચી છે. અહીંયા રવિવારે 508 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને 30 લોકોના મોત થયા છે. તિહાર જેલમાં એક કર્મચારી પણ સંક્રમિત મળી આવ્યો છે. રાજધાનીમાં છેલ્લા 5 દિવસથી દરરોજ 500થી 600 દર્દી વધી રહ્યાં છે. કેજરીવાલ સરકારે 117 ખાનગી હોસ્પિટલને 20 ટકા બેડ કોરોના દર્દી માટે રિઝર્વ રાખવા માટે કહ્યું છે.
દિલ્હી પોલીસના ડેટા અનુસાર, અત્યાર સુધીમાં 434 પોલીસકર્મીને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે. આ પોલીસકર્મીઓમાં ડીસીપી કક્ષા સુધીના અધિકારીઓ પણ સામેલ છે. જેમાંથી 140 પોલીસકર્મીઓ સારવાર બાદ સ્વસ્થ થયા છે. એક પોલીસ કર્મચારીનું મોત નીપજ્યું છે, જ્યારે 293 લોકો સારવાર હેઠળ છે. દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, સૌથી વધુ કોરોના ચેપના કેસો ઉત્તર-પશ્ચિમ જિલ્લામાં છે. નંબર બે પર સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ છે અને ત્રીજા નંબરે પૂર્વોત્તર જિલ્લા છે. આ સિવાય દ્વારકા જિલ્લામાં કોરોના ચેપના સૌથી ઓછા કેસો જોવા મળ્યાં છે.