જમ્મુઃ અમરનાથ યાત્રા 23 જૂનથી શરૂ થશે, જે 3 ઓગષ્ટ સુધી ચાલશે. આ બાબતે શુક્રવારે જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર અને શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ (એસએએસબી)ના અધ્યક્ષ ગિરિશ ચંદ્ર મુર્મૂ જમ્મુમાં આયોજિત 37મી બોર્ડ મીટીંગના અધ્યક્ષ હતા.
જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, અમરનાથ યાત્રાનો પ્રરંભ 23 જૂનથી કરવામાં આવશે, અને આ યાત્રા 3 ઓક્ટોબર સુધી ચાલશે. ઉલ્લેખનીય છે કે, કલમ 370 હટાવી જમ્મુ કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો સમાપ્ત કરવામાં આવ્યો છે, અને જમ્મુ કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચવામાં આવ્યું છે. કલમ 370 હટાવ્યા બાદ આ પહેલી અમરનાથ યાત્રા છે.