ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મુંબઈ: પત્નીના અનૈતિક સંબંધથી પરેશાન પતિએ બાળકોની હત્યા કરી, બાદમાં પોતે પણ આત્મહત્યા કરી - પાલઘર મર્ડર

મૃતક આરોપી કૈલાશ પરમારના પિતા અને ફરિયાદકર્તા બીજૂ પરમારે પોલીસને જણાવ્યું કે, તે આર્થિક રીતે મુશ્કેલીમાં હતો અને પત્નીના અનૈતિક સંબંધને કારણે કંટાળી ગયો હોવાથી તેમણે આ પગલું ભર્યું છે.

Mumbai Murder News
Mumbai Murder News

By

Published : Jun 28, 2020, 12:52 PM IST

મુંબઈ: શહેરના નાલાસોપારા વિસ્તારમાં શનિવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. નાલાસોપારામાં એક પિતાએ પોતાના ત્રણ બાળકોની ધારદાર હથિયારથી હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું હતું.

પોલસ પાસેથી મળતી માહિતી મુજબ, મૃતક પિતા કૈલાશ પરમારે પહેલા માસુમ બાળકો નયન પરમાર (10 વર્ષ), નંદની પરમાર (8 વર્ષ), નયના પરમાર (5 વર્ષ)ની હત્યા કરી હતી. જે બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. હવે કૈલાશ પરમારે આવું શા માટે કર્યું તે પ્રશ્નના જવાબ મેળવવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

ત્રણ બાળકો સાથે એકલો રહેતો હતો આરોપી

કૈલાશ પરમારના પિતા અને ફરિયાદકર્તા બીજૂ પરમારે પોલીસને જણાવ્યું કે, તે આર્થિક રીતે મુશ્કેલીમાં હતો અને પત્નીના અનૈતિક સંબંધને કારણે તેમણે આ પગલું ભર્યું છે. તેમના અનુસાર કૈલાશની પત્ની તેને દોઢ મહિના પહેલા છોડીને પિયર ચાલી ગઇ હતી, જે બાદ કૈલાશ પોતાના ત્રણ બાળકો સાથે એકલો રહેતો હતો. થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર કૈલાશે પોતાની પત્નીનો ફોટો બીજા વ્યક્તિ સાથે જોયો હતો, જે બાદ તેમણે આ પગલુ ભર્યું હોવાની ચર્ચા છે.

ABOUT THE AUTHOR

...view details