વડાપ્રધાન મોદીએ અહીં રેલી દરમિયાન કહ્યું કે, પશ્ચિમ બંગાળ સાથે વિશ્વાસઘાત કરનારી મમતા દીદી એટલું યાદ રાખજો કે, લોકો ભૂલ યાદ નહીં રાખે પણ વિશ્વાસઘાત ક્યારેય નહીં ભૂલે. જ્યારે પરિણામ આવશે તો ચારે બાજું કમળ ખીલશે. આજે પણ તમારા 40 ધારાસભ્યો મારા સંપર્કમાં છે. દીદી તમારું બચવું મુશ્કેલ છે. કારણ કે, તમે વિશ્વાસઘાત કર્યો છે.
TMCના 40 ધારાસભ્યો મારા સંપર્કમાં છે, વડાપ્રધાન મોદીએ કર્યો દાવો - mamta government
કલકત્તા: વડાપ્રધાન મોદી આજે પશ્ચિમ બંગાળના સીરમપુરમાં લોકજનસભા કરી રહ્યા હતાં. જ્યાં તેમણે રાજ્યની મમતા સરકાર પર પ્રહારો કર્યા હતાં. મોદીએ અહીં કહ્યું હતું કે, દરેક જગ્યાએ કમળ ખીલી રહ્યું છે તમારા ધારાસભ્યો તમે છોડી મુકશે.
design
સાથે સાથે મમતાએ આપેલી રસગુલ્લાવાળી પ્રતિક્રિયા પર જવાબ આપતા મોદીએ કહ્યું કે, આ દેશની માટીમાં મોટા મોટા મહાપુરુષોએ જન્મ લીધો છે. ત્યાં કાંકરોવાળા રસગુલ્લા મારા પ્રસાદ સમાન છે.