ગુજરાત

gujarat

ETV Bharat / bharat

છત્તીસગઢના કોંડાગાવમાં માર્ગ અકસ્માત,4ના મોત - છત્તીસગઢમાં માર્ગ અકસ્માત

રાષ્ટ્રીય રાજમાર્ગ 30 પર કોંડાગામ પોલીસ વિસ્તાર નજીક બોલેરો તથા બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં બાઇક પર સવાર 4 લોકોના મોત થયા હતા તો 5 લોકો ઘાયલ થયા છે.

અકસ્માત
અકસ્માત

By

Published : Sep 18, 2020, 9:42 AM IST

Updated : Sep 18, 2020, 10:39 AM IST

કોંડાગાવ : રાષ્ટ્રીય રાજમાર્ગ 30 પર કોંડાગામ પોલીસ વિસ્તાર નજીક બોલેરો તથા બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં બાઇક પર સવાર 4 લોકોના મોત થયા હતા તો 5 લોકો ઘાયલ થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બોલેરોમાં 5 લોકો સવાર હતા, જેઓ ઘોડાગાવ તરફ જઇ રહ્યા હતા.તે દરમિયાન નેશનલ હાઇવે 30 પર કોંડાગાવ નજીક બોલેરો અને બાઇક વચ્ચે અથડાતા અકસ્માત સર્જાયો હતો.જેમાં બાઇક પર સવાર 4 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા.ત્યારે 5 લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની માહીતી મળતા કોંડાગાવ પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી.સમગ્ર ઘટનાની વિગત મેળવી પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.

Last Updated : Sep 18, 2020, 10:39 AM IST

ABOUT THE AUTHOR

...view details